________________
કરાવનારું છે. વિશિષ્ટસત્તાત્વ સમાનાધિકરણ દ્રવ્યત્વત્વ ધર્મ છે જ નહિ (વિશિષ્ટસત્તાત્વ વિશિષ્ટસત્તામાં; દ્રવ્યત્વત્વ દ્રવ્યત્વમાં) માટે આવો ગ્રહ દ્રવ્યત્વત્વમાં ન હોવાથી ગૌ૨વજ્ઞાન પ્રતિયોગિતાવચ્છેદકત્વ ગ્રહમાં પ્રતિબંધક બનતું નથી.
પ્રશ્ન : નીલધૂમત્વસમાનાધિકરણ ધૂમત્વધર્મ એવો લઘુત્વગ્રહ થાય છે. છતાંય ‘નીલધૂમો નાસ્તિ’ એવી પ્રતીતિને આવો ગ્રહ પણ પ્રતિબધ્ય કરી શકતો નથી. અર્થાત્ નીલધૂમમાં તથાપિ પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ=ભાન હોય છે. જે બધાને સંમત
છે .
પ્રાચીન : અમે કહીશું કે પ્રતિયોગિતાવચ્છેદકત્વના ગ્રહમાં પ્રતિબંધક તદ્ધર્મસમનિયતધર્મધર્મિક લઘુત્વગ્રહ બને છે. નીલધૂમત્વનો સમનિયત ધર્મ ધૂમત્વ નથી (સ્વવ્યાપ્યત્વે સતિ વ્યાપકત્વમ્ સમનિયતત્વમ્ સ્વ=નીલધૂમત્વ, તદભાવવાન પીતધૂમ, તેમાં અવૃત્તિ ધર્મ સ્વવ્યાપ્ય બને. જ્યારે ધૂમત્વ તો તેમાં વૃત્તિ છે. એટલે એ સ્વવ્યાપ્ય ન બને.) પીતાદિધૂમમાં પણ ધૂમત્વ છે, પણ નીલધૂમત્વ નથી. માટે તે નીલધૂમત્વમાં પ્રતિબંધતાવચ્છેદકત્વના ગ્રહમાં પ્રતિબંધક ન બને.
કમ્બુગ્રીવાદિમત્વસમનિયતઘટત્વધર્મિક લઘુત્વગ્રહ હોય છે . તો કમ્બુગ્રીવાદિમત્વમાં પ્રતિયોગિતાવચ્છેદકતાનો ગ્રહ થાય નહિ.
जगदीशी : नाऽपि तद्धर्मसमनियतधर्मधर्मिक एव तद्धर्मापेक्षया लघुत्वग्रहस्तद्धर्मस्यावच्छेदकत्वधीप्रतिबन्धक इति साम्प्रतम् । घटज्ञानत्वापेक्षया लघुनोऽपि . ज्ञानत्वस्य घटज्ञानत्वसमनियतत्वाभावाद् गुरुणोऽपि घटज्ञानत्वस्य संयोगसम्बन्धावच्छिन्नघटज्ञानाभावस्य प्रतियोगितावच्छेदकत्वापत्तेः ।
પ્રશ્ન : અરે ! જે સમનિયત નથી તેમાંય ગુરૂભૂત ધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વગ્રહની પ્રતિબંધકતાનો ગ્રહ થઈ જાય છે.
ઘટજ્ઞાનત્વ એ લઘુભૂત જ્ઞાનત્વનું સમનિયત નથી. અને છતાંય સર્વત્ર ઘટજ્ઞાનાભાવીય પ્રતિયોગિતાનો અવચ્છેદક જ્ઞાનત્વ બને છે તે હવે નહિ બને, કેમકે ઘટજ્ઞાનત્વનું સમરૈયત્વ જ્ઞાનત્વમાં હોય તો તે ગુરૂભૂતધર્મમાં પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ ન થવા દે. અહીં તો સમરૈયત્ય નથી એટલે ઘટજ્ઞાનત્વમાં પણ પ્રતિયોગિતાવચ્છેદકત્વનો ગ્રહ થઈ જવાની આપત્તિ આવશે.
जगदीशी : तथापि संसर्गमर्यादया प्रतियोगितावच्छेदकत्वग्रहं प्रति तादात्म्येन
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૧૧૯