________________
પૂર્વપક્ષ : અમે કહીશું કે હેતુસમાનાધિકરણ જે અભાવ લેવાનો છે તે પણ અન્યતરસંબંધેન પ્રતિયોગી વ્યધિકરણ જ હોવો જોઈએ. તમે તો ઘટત્વસમાનાધિકરણ રૂપત્વદ્રવ્યાન્યતરાભાવ લીધો છે તે તો પ્રતિયોગી સમાનાધિકરણ અભાવ છે કેમકે ઘટત્વાધિકરણ ઘટમાં રૂપત્વાખ્યપ્રતિયોગી ભલે નથી. તાદાત્મ્યન દ્રવ્યરૂપ પ્રતિયોગી તો છેજ. એટલે હવે આ અભાવ જ નહી લેવાય.
जगदीश : तथा सति समवायेन घटत्वस्य प्रमेयस्य वा साध्यत्वे तादात्म्येन हेतौ घटत्वे प्रमेये वाऽतिप्रसङ्गादिति दिक् ।
જગદીશ - જો તેમ કરશો તો સમવાયેન ઘટત્વવાન, તાદાત્મ્યન ઘટત્વાત્ । સ્થળે અતિવ્યાપ્તિ આવશે. આ સ્થળ વ્યભિચારી છે કેમકે સમવાયેન ઘટત્વ રહે છે ઘટમાં અને તાદાત્મ્યન ઘટત્વ રહે છે ઘટત્વમાં.
અહીં તાદાત્મ્યન ઘટત્વાધિકરણ ઘટત્વમાં સમવાયેન ઘટત્વાભાવ એ પ્રતિયોગી વ્યષિકરણ ભલે બને છે. પણ તાદાત્મ્યન તો ઘટત્વમાં ઘટત્વ પ્રતિયોગી રહી જાય એટલે તાદાત્મ્યન ઘટત્વાભાવ પ્રતિયોગી વ્યધિકરણ મળે નહિ. તમે અન્યતરસંબંધથી હેતુમશિષ્ઠાભાવ પણ પ્રતિયોગી વ્યધિકરણ લેવાનો કહ્યો એટલે ઘટત્વાભાવ સાધ્યાભાવ પ્રતિયોગી વ્યધિકરણ બની શક્યો નહિ. અન્યાભાવ ગોત્વાભાવ મળે. પ્રતિયોગિતાવચ્છેદક ગોત્વત્વ, ગોત્વત્વવિશિષ્ટ ગોત્વનું તાદાત્મ્યન સંબંધી ગોત્વ અને સમવાયેન સંબંધી ગો બને. એમાં પ્રતિયોગી વ્યધિકરણ ગોત્વાભાવ તો ન મળે. કેમકે ગોત્વાભાવ પ્રતિયોગી ગોત્વ તો તાદાત્મ્યન ગોત્વમાં રહી જાય. સમવાયેન ગોત્વ ગોમાં રહી જાય. એટલે હવે ગોત્વ કે ગોમાં અન્યતરસંબંધથી અન્યાભાવ પ્રતિયોગી વ્યષિકરણ પટાભાવ જ લેવાય એટલે પ્રતિયોગિતાનવચ્છેદક ગોત્વત્વ બની જાય માટે યદ્ધર્મપદગૃહીત ગોત્વત્વ એ પ્રતિયોગિતાવચ્છેદક. એનાથી ભિન્ન ઘટત્વત્વ સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ આવી.
આ રીતે જગદીશે કેચિત્તુના મતનું ખંડન કરી નાંખ્યું.
दीधिति : अत एव सत्तावान् जातेरित्यादौ जातिमन्निष्ठाभावप्रतियोगितावच्छेदक गुणान्यत्वविशिष्टसत्तात्वतुल्यवृत्तिकत्वेऽपि सत्तात्वस्य न ક્ષત્તિઃ ।
અવચ્છેદકત્વનિરુક્તિ elec