________________
પ્રતીતિ થાય જ છે... એમ ચાલણી ન્યાયે ચારેયમાં ‘તદવચ્છેદકતા નાસ્તિ' એવી પ્રમાત્મક પ્રતીતિ થશે.) પણ ‘તદવચ્છેદકતા નાસ્તિ' એવી જો પ્રત્યેકમાં પ્રતીતિ થતી હોય તો ‘તત્પ્રતિયોગિતાવચ્છેદકતા નાસ્તિ' પ્રતીતિ પણ થઈ જવાની આપત્તિ આવે. વસ્તુતઃ પ્રત્યેકમાં તત્પ્રતિયોગિતાવચ્છેદકતા પોતાની તો છેજ, છતાં લઘુભૂત ‘તવ્યક્તિત્વ નાસ્તિ’ની આપત્તિથી ‘તદવચ્છેદકતાપ્રતિયોગિતા નાસ્તિ' પ્રતીતિની આપત્તિ છે. માટે તવ્યક્તિત્વ = તદવચ્છેદકતા લઘુભૂત ધર્મ બની શકે નહિ. અને તેમ થતાં તત્પ્રતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ના પ્રતિયોગિતા એ ગુરૂભૂત ધર્માવચ્છિન્ના હવે કહેવાય પણ નહિ. કેમકે અહીં ગુરૂભૂત ધર્મ અકિષ્ચિત્કર (અનપાય કારક) છે. આમ પૂર્વપક્ષ સામે “તવ્યક્તિત્વાપેક્ષયા તત્કૃતિયોગિતાવચ્છેદકત્વાવચ્છિન્ના ભેદીયા પ્રતિયોગિતા કહેવી એ ગુરૂભૂતધર્માવચ્છિન્ના હોઈને અપ્રસિદ્ધ છે માટે અસંભવ દોષ ઉભો જ રહે” એ રીતે જે સિદ્ધાન્તીએ ખંડન કર્યું તે હવે થઈ શકતું નથી એ સમજી રાખવું.
(મિિશ્ચાત્ એમ લખ્યું છે, તેનો આશય એ છે કે જેમ સંધ્ધાવાનું ન માળવાનૢ આવા ભેદની પ્રતિયોગિતાના અવચ્છેદક ધર્મો સંખ્યા તથા પરિમાણ બંને જુદા છે, છતાં તે પરસ્પર સમનિયત છે, તેથી તત્તધર્માવચ્છિન્નપ્રતિયોગિત્વ એક જ છે. ભિન્ન નથી. એટલે તત્પ્રતિયોગિતાવચ્છેદક જો તદવચ્છેદકત્વ થાય, તો સંખ્યાદિમાં પણ તત્પ્રતિયોગિતાવચ્છેદક ન એમ ભેદની પ્રતીતિ થાય. કેમકે નિરુક્તભેદપ્રતિયોગિતાવચ્છેદક તદવચ્છેદકત્વ કેવલપરિમાણાદિમાં છે અને તત્પ્રતિયોગિતાવચ્છેદકત્વ ઉભયધર્મને સાધારણ છે. આમ સંખ્યાઘવચ્છિન્નપ્રતિયોગિતાવચ્છેદક તાદશપ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકત્વ જ છે, તથા પ્રમેયધૂમત્વાદિવિશિષ્ટ સંબંધિનિષ્ઠાભાવીયતત્તત્ત્પતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકભેદપ્રતિયોગિતાવચ્છેદક પણ તાદશતત્તપ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકત્વ જ છે, તાદશપ્રતિયોગિતાનિરૂપિતત્તદવચ્છેદકત્વ નહિ, કેમકે એવું હોય તો તદવચ્છેદકત્વ પ્રત્યેક ઘટત્વાદિમાં રહેલ હોવાથી ઘટત્વાદિમાં પણ તાદશપ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકભેદની પ્રતીતિ થાય. એટલે અનિચ્છાએ પણ તત્તપ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકત્વ તદવચ્છેદકત્વની અપેક્ષાએ ગુરુભૂત હોવા છતાં પણ પ્રમેયધૂમાદિમનિષ્ઠાભાવીયતત્તત્પ્રતિયોગિતાવિશિષ્ટાવચ્છેદકભેદપ્રતિયોગિતાવચ્છેદકત્વ અવશ્ય કલ્પવું જોઈએ.)
दीधिति : प्रतियोगित्वं सम्बन्धित्वं च साध्यतावच्छेदकसम्बन्धेन અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૯૯