________________
- વિશિષ્ટસત્તાત્વ.અને સાધ્યતાવચ્છેદક તો સત્તાત્વ છે.
આમ અવ્યાપ્તિ દૂર થઈ.
૨) સ્વવિશિષ્ટસમ્બન્ધિનિષ્ઠાભાવીય જે પ્રતિયોગિતા તે સાધ્યતાવચ્છેદકસમ્બન્ધથી
લેવી.
અન્યથા વતિમાનુ, ધૂમાત્.
ઘટાભાવ પ્રતિયોગિતાવચ્છેદક-ઘટત્વ.
ઘટત્વવિશિષ્ટઘટસમ્બન્ધિભૂતલનિષ્ઠ સમવાયેન ઘટાભાવ તદીય પ્રતિયોગિતા· નવચ્છેદક ઘટત્વ ન બનતાં તે અવચ્છેદક ન બન્યું. તેથી અવચ્છેદકત્વ અપ્રસિદ્ધિ. હવે સમવાયેન પ્રતિયોગી વ્યધિકરણ ઘટાભાવ ન લેવાય પણ સંયોગેન લેવાય. કારણ સાધ્યતાવચ્છેદક સંબંધ સમવાય નથી, પણ સંયોગ છે. સંયોગ સંબંધથી ઘટાભાવ ઘટવિશિષ્ટ ભૂતલમાં ન મળે. અન્યાભાવ જ મળે એટલે અવ્યાપ્તિ રહેતી નથી.
जागदीशी : वस्तुतः पूर्ववदिहापि साध्यतावच्छेदकसम्बन्धेन निरुक्तप्रतियोग्यसम्बन्धित्वमेव स्वविशिष्टसम्बन्धिनो वक्तव्यम् । तेन वृत्त्यनियामकसम्बन्धेन साध्यतायां तादृशसम्बन्धावच्छिन्नप्रतियोगित्वाऽप्रसिद्धावपि नाव्याप्तिः ।
વસ્તુતઃ - તો પૂર્વની જેમ અહીં પણ સાધ્યતાવચ્છેદકસંબંધથી પ્રતિયોગિનું અસંબંધિત્વ લેવું. એટલે કે હવે પ્રતિયોગિતા કોઈ પણ સંબંધથી અવચ્છિન્ન હોય.
જો પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદક સંબંધેન લેવાનો આગ્રહ રાખીએ તો ધની, ચૈત્રત્વાત્ સ્થળે ઘટત્વવિશિષ્ટ ઘટ સંબંધિ ભૂતલમાં રહેલા પટાભાવની પ્રતિયોગિતા સ્વામિત્વસંબન્ધાવચ્છિન્ના જ અપ્રસિદ્ધ બની જાય.
હવે તો સંયોગેન પટાભાવ લેવાય. સંયોગેન પ્રતિયોગી પટનું અસંબંધી સ્વામિત્વસંબંધથી ભૂતલ છે જ.
जगदीशी : प्रतियोगितानवच्छेदकमित्यत्राऽवच्छेदकत्वं हेतुसमानाधिकरणाभावप्रतियोगितावच्छेदकताघटकसम्बन्धेन बोध्यम् । तेन घटत्वादेर्विषयितासम्बन्धेन - घटत्वादिविशिष्टस्य ज्ञानादेः संयोगेनाभावस्य प्रतियोगिव्यधिकरणस्य घटत्वादिविशिष्टसम्बन्धिनिष्ठस्य प्रतियोगिताया विषयितासम्बन्धेनावच्छेदकत्वेऽपि न तादृशावच्छेदकाऽप्रसिद्धिः ।
અવચ્છેદકત્વનિરુક્તિ ૨૦૬૨