________________
લેવી. હવે વહ્રિધૂમોભયત્વાધિકરણ વહ્નિધૂમોભય બને. પ્રતિયોગિતા પ્રત્યેકમાં રહે એટલે પર્યાત્યા વહ્રિધૂમોભયત્વનો અભાવ પ્રત્યેકમાં મળતો હતો. પણ હવે સ્વ=વહ્રિધૂમોભયત્વ અવચ્છિન્ન પ્રતિયોગીત્વ સંબંધથી બેય પ્રતિયોગીમાં વહિધૂમોભયત્વ રહી જાય. બંને પ્રતિયોગી હોવાથી બંનેમાં સ્વાવચ્છિન્ન પ્રતિયોગિતા ધર્મ છે, અને સ્વ=વતિ-ધૂમોભયત્વને બંનેમાં રાખી શકે છે. જેમ ઘટપટોભયાભાવના પ્રતિયોગી બંને બને અને બંનેમાં તાદૃશાભાવની પ્રતયિોગિતા રહે છે, કારણ કે બંનેમાં તેવી પ્રતીતિ થાય છે. એટલે બીજાના અભાવો મળે અપ્રતિયોગી વહ્નિધૂમોભયત્વ બને તેથી તે વ્યાપક બની જાય એટલે પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અતિવ્યાપ્તિ રહેતી નથી.
जागदीशी : तथा च वह्निनिष्ठयावत्त्वतार्णा तार्णो भयत्वादेरपि स्वावच्छिन्नप्रतियोगित्वसम्बन्धेन वह्नित्वादिकं प्रत्यन्यूनवृत्तित्वाद् वह्निमान धूमादित्यादौ वह्नित्वादेरवच्छेदकत्ववारणाय स्वसमानवृत्तिकत्वेनावच्छेदकं विशेषणीयमिति युक्तमुत्पश्यामः ।
હવે આમ કરવા જતાંય વદ્વિમાન્, ધૂમાવ્ સ્થળે તાજ઼તાર્ણોભયાભાવ લેતાં અવ્યાપ્તિ આવી જાય છે. પ્રતિયોગિતાવચ્છેદક તાણ્યતાણ્ણભયત્વ. આ સ્વાવચ્છિન્ન પ્રતિયોગીત્વસંબંધથી તાણું અતાર્ણ ઉભયવતિમાં રહી જાય અને તેથી તાર્થાતાર્લોભયત્વ એ વહ્નિત્વનું વ્યાપક બની જાય. આથી સ્વ=વહ્નિત્વ (વ્યાપ્ય) અધિકરણ વહ્નિ છે, તેમાં તાજ઼તાર્ણોભયત્વ તાશપ્રતિયોગિતા સંબંધથી રહે છે કારણ કે બંને વહ્નિમાં તાદશાભયાભાવની પ્રતિયોગિતા રહેલી જ છે. તન્નિષ્ઠાભાવાપ્રતિયોગી તાણ્યેતાર્લોભય બનતાં વહ્નિત્વનું વ્યાપક તાણ્યતાણ્ડભયત્વ બને. યુદ્ધર્મનું વ્યાપક બને તે ધર્મ અવચ્છેદક બને એટલે વહ્નિત્વ ધર્મ જ પ્રતિયોગિતાવચ્છેદક સાધ્યતાવચ્છેદક બનતાં અવ્યાપ્તિ આવી જાય.
આ અવ્યાપ્તિ દૂર કરવા ‘સ્વસમાનવૃત્તિકત્વ' નિવેશ આવશ્યક બન્યો. (સમાનવૃત્તિકત્વના લક્ષણ પ્રમાણે તદ્ધિત્વ પર્યાપ્ત્યવચ્છેદક નિરૂપિત અનુયોગિતા તર્તિ બને. તે એક એકમાં પર્યાપ્તિસંબંધથી ઉભયત્વ નથી, ત્યાં માત્ર વહ્નિત્વ છે.) હવે સ્વસમાનવૃત્તિક પ્રતિયોગિતાવચ્છેદક ઉભયત્વ બને જ નહિ એટલે તદનતિરિક્તવૃત્તિત્વ રૂપ વહ્નિત્વ ન બનતાં તે પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદક બને એટલે અવ્યાપ્તિ રહેતી નથી.
અવચ્છેદકત્વનિરુક્તિ ૦ ૪૧