________________
* જય જિનેન્દ્ર
૩૪પ આસ્તિક દર્શન માટે ભાગ દેવ, ગુરુ અને ધર્મની આરાધનામાં તથા તેની માન્યતામાં પિતાના જીવનનું સાફલ્ય ગણે છે. અને ભવિષ્યની જિંદગીઓની સુંદરતા ચાવત્ મોક્ષપદની પ્રાપ્તિ પણ તે આરાધના અને માન્યતાને આધારે જ થવાનું માને છે. પરન્તુ ત્રિકા• લાબાધિત નિષ્કલંક અવ્વચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસનના પ્રણેતા ભગવાન જિનેશ્વરે તથા તેમના ઉપદેશને જ અમલમાં મૂક્યાં અને તેમણે જણાવેલા સાધ્યને જ સાધવામાં તથા સધાવવામાં તત્પર બનેલા નિર્ચન ગુરુમહારાજાઓ તથા હિંસાદિકે અઢારે પાપના સ્થાનકેથી -પાછા હઠવારૂપ અને પાંચ મુખ્ય આશ્રની પ્રતિજ્ઞારૂપ ધર્મને માનનારે વર્ગ જ પિતાને જેન તરીકે ઓળખાવી શકે છે, એટલું જ નહિ પરંતુ જગના પદાર્થોનું પૃથકકરણ અન્યમતવાળાઓએ જ્યારે પ્રકૃતિપુરુષાદિકરૂપે, દ્રવ્યગુણાદિરૂપે, પ્રમાણપ્રમેયાદિરૂપે, આર્યસત્યાદિરૂપે કરેલું છે, ત્યારે ફક્ત જૈન તરીકે જાહેર થયેલો વર્ગ જ તે જગતના પદાર્થના પૃથક્કરણમાં પણ આત્માના કલ્યાણનું લક્ષ્ય - રાખીને તથા મેક્ષનું દયેચ આગળ કરીને સામાન્ય રીતે પદાર્થનો જીવ અને અજીવ તરીકે વિભાગ માન્યા છતાં, તે બે વિભાગને તત્ત્વ તરીકે ન ગણતાં, જીવ અજીવની સાથે કર્મબંધનનાં કારણે, કર્મોનું બંધાવવું, - આવતાં કર્મોનું રેકાવવું, આવેલાં કર્મોને નાશ થવો અને યાવત સર્વ કાળને માટે જેઓનું કર્મબંધ આદિથી મુકત થવું—એવાં સાત તોને અને સાથે સાથે કર્મના શુભાશુભ વિભાગ તરીકે બેંતાલીસ - શુભકર્મો અને ખ્યાશી અશુભ કમેન વિભાગ પણ આત્માની શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિના ચિહ્ન તરીકે માનીને જેઓ જીવાદિક નવે પદાર્થોને તત્વ તરીકે માને, તેઓ જ પોતાને વાસ્તવિક રીતિએ જન તરીકે કહેવડાવી શકે અને આ જ કારણથી ભગવાન ઉમાસ્વાતિવાચકજી મહારાજ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મના સ્વીકારને કે શુદ્ધ તત્ત્વ સ્વીકારવાવાળા આત્માના શુભ પરિણામને સમ્યક્ત્વ તરીકે ગણાવવાનું મુલતવી રાખીને જગતના પદાર્થોમાં જીવાદિક તરીકે વિભાગ અને તે જીવાદિક વિભાગને તવ તરીકે માનવું તેને જ સમ્યફદર્શન તરીકે એટલે ઓછામાં ઓછા શ્રાવક તરીકે ગણાવે છે.