________________
૩૬૧
-
મૃતિપૂજાનું રહસ્ય કર્મોદયથી કાર્યવાહી કરી હતી તે કાર્યવાહી એ ધર્મ નથી. તે જ પ્રમાણે એવા વતનના અનુકરતમાં ધર્મ આરાધન પણ નથી.
બાળજીને આધાર શાના ઉપર ? ભગવાનનાં જે કાર્યો કર્મના ઉદયથી થવા પામ્યાં છે તે કાર્યનું અનુકરણ કદાપિ પણ હોઈ શકતું જ નથી. ભગવાનના હસ્તે થયેલાં આરંભસમારંભે એ પણ ધર્મ અથવા ધર્મનું અનુસરણ હેઈ શકે નહિં, ભગવાનના પશમભાવવાળું જે કર્તવ્ય છે, તે જ બેશક અનુકરણીય છે, બીજું નહિ. પરંતુ તેનું અનુકરણ ભાગ્યશાળી જીવે વિના બીજેઓને માટે અસહ્ય છે. આથી જ બાળછાને માટે ભગવાનને ધર્મકથનરૂપ ધર્માજ્ઞાઓ આપવી પડી છે. અને એ ધર્મારા ઉપર જ બાળવાના આધાર છે. તમે જ્યારે ક્ષપશમભાવને પામ અને સંપૂર્ણ શનિવાળા થાઓ ત્યારે બેશક તમારે ભગવાનનું આચરણ કરવાનું છે. પરંતુ ત્યાં સુધી તમારામાં એવી સંપૂર્ણતા ન આવે ત્યાં સુધી તમારે ભગવાનની આજ્ઞા ઉપર જ આધાર રાખવાનો છે શ્રીમાનું -શાસ્ત્રકાર મહારાજાઓએ અઢી પહેર સૂવાની આજ્ઞા આપી છે. પરંતુ ધારો કે કઈ શક્તિશાળી મનુષ્ય અઢી પહાર પણ નિદ્રા ન લે, તે તેથી શું એમ કહી શકાશે ખરું કે તેવા ગૃહસ્થોએ શાસ્ત્રાજ્ઞાને લોપ કર્યો છે?
નિદ્રા લેવાનું કારણ શું ? શ્રીમાન શાસકાર મહારાજાએ અઢી પર સૂવાની આજ્ઞા આપી છે, પરંતુ તે શા કારણથી આપવામાં આવી છે તે વિચારવાની જરૂર છે. નિદ્રાનો સર્વથા પરિત્યાગ કરવામાં તમારી શક્તિ પહોંચતી નથી. તેટલા જ માટે તમારે નિદ્રા-અઢી પહોરની નિદ્રા લેવાને માગે ચાલવાનું છે. જો તમે અશક્ત રહ્યા છતાં પણ એ માગે ન ચાલશે તે તેનું પરિણામ એ આવશે કે તમે ઊંચે ચઢી શકશે જ નહીં. અર્થાત્ અશકતોને શક્તિ મેળવવાનો જે રસ્તે છે તે જ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની કથની છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની કથની અને કરણીનું -આ રહસ્ય છે. છતાં યાદ રાખવાનું છે કે કથની અને કરણીમાં