________________
આજનું કપરું ચારિત્રપાલન
૩૭૭ ચોરી કરવાની નહીં, વિષયસેવન જ સંસારમાં રખડાવનાર છે તેથી તેને ત્યાગ કરે. પણ આ બધું દીક્ષાથી જ સુસાધ્ય છે, માટે સંયમ ગ્રહણ કર !”
ખેડૂતે વિચાર્યું: “ઓહો ! આ તે સારું ! પેટ પણ ભરાય અને પાપ પણ ન બંધાય !” તેના આત્મામાં ઝણઝણાટી આવી.
માંચ ઊભાં થયાં. અપૂર્વ આનંદ તેણે અનુભવ્યો અને પછી હાથ જોડીને શ્રી ગૌતમસ્વામીજીને વિનંતી કરી કે “ભગવાન ! જે એમ જ છે તે મને દીક્ષા આપીને તારે!” શ્રી ગૌતમસ્વામીજીએ ત્યાં તેને સંયમ આપ્યું ! પછી શ્રી ગૌતમસ્વામીએ ખેડૂતને કહ્યું કે “ચાલ, હવે મારા ગુરુને વંદન કરવા !”
ખેડૂત તે આ બની ગયો! આશ્ચર્યમાં ગરક થઈ ગયો! તેને એમ થયું કે “આવા મહાન આચાર્ય મહાત્માના પણ ગુરુ ! અહો! તે કેવાય હશે !” તે બેલી ઉઠશેઃ “ચાલો ભગવાન !” પછી ગુરુ શિષ્ય બંને ભગવાનની પાસે આવી રહ્યા છે.
માર્ગમાં શ્રી ગૌતમસ્વામીજી મહારાજા ભગવાન શ્રી મહાવીર દિવ કેવા છે તેનું વર્ણન કરે છે. તેવામાં સમવસરણ આવ્યું, શ્રી ગૌતમ૨વામીજીએ ખેડૂતને ભગવાન બતાવ્યા કે “આ આપણું ગુરુદેવ !” ભગવાનને જોતાં જ ખેડૂતને પૂર્વભવન ષ ઉદયમાં આવ્ય–ઉછળે અને તે તરત એમ બેલ્યો કે “આ જ્યારે તમારા ગુરૂદેવ ! ત્યારે આ તમારું સાધુપણું પાછું !” એમ કહી સાધુવેષ પડતો મૂકીને તે ચાલ્યા ગયે. ખેડૂત ખેતરમાંથી સમવસરણમાં આવ્યા તેટલી વાર તેણે સાધુપણું ધારણ કર્યું.
શ્રી ગૌતમસ્વામીજી ચાર જ્ઞાનના માલિક હતા. વળી તેમને ખેડૂતને દીક્ષા દેવા પણ સ્વયં ભગવાને મોકલ્યા હતા. ખેડૂતને બેધિબીજ પમાડવું હતું. કલ્યાણની બુદ્ધિવાળું ચારિત્ર આખા ભવચકમાં આઠ વખત આવે છે. તે માટે ખેડૂતને ચારિત્ર આપ્યું. સમ્યકત્વમાં આઠ ભવને નિયમ નહીં. ક્ષારોપશિમક સમ્યક્ત્વના અસંખ્યાતા ભવે થાય. કલ્યાણની બુદ્ધિ વિનાના મેરૂ જેટલા ઘા મુહપત્તિ કર્યા છતાં