________________
so
નઃ પ્રવચન દર્શન
જૂકી છે તે સાખિત કરવાની હવે આજે કાંઈ જરૂર નથી રહી. આજે આખા જગતે એ વાત માન્ય રાખી છે કે શબ્દ એ ગુણુ નથી પ શક્કે એ પદાર્થ છે અને તે જ પ્રમાણે એ વાત પણ સિદ્ધ થઇ ચૂકી છે અને તે જગતે સ્વીકારી લીધી છે કે પાણી એ સ્વતંત્ર તત્ત્વ નથી અને પાણીના સૂક્ષ્મ પરમાણુ પણ થઈ શકતા જ નથી પરંતુ . પાણી એ એ પદાર્થાનું રાસાયણિક કુદરતી રીતે જ થયેલુ સ યેાજન છે. છ કાચની સમજણ હવે કદાચ કોઇ એવી શકી કરશે કે આપણે છ કાય જીવા બતાવ્યા છે, તેમાં અસૂકાય જીવે તેા જુદા જ ખતાવ્યા છે ને? આ શઠાને જરૂર સ્થાન છે પણ એ શંકા સમજતાં પહેલાં અસૂકાય, વાઉકાય, તેઉકાય, ઇત્યાદિ જીવે એટલે શું તે સમજવાની ખાસ . જરૂર છે. જેની પૃથ્વી એ જ કાયા છે એવા જીવાને આપણે પૃથ્વીકાય જીવા કહીએ છીએ. પાણી એ જ જે જીવાની કાયા છે તે જીવા પાણીકાય જીવા કહેવાય છે. વયુ જ જેની કાયા છે તેને વાયુકાય જવા કહે છે, વનસ્પતિ એ જ જેની કાયા છે તે જીવેાને વનસ્પતિ કાય કહે છે, જૈનશાસને કાયાને અંગે જે ભેદ પાડેલા છે તે ભેદ તેમા ઉત્પન્ન થયેલા જીવાને અગે છે. એમની કાયા તરીકેના ભેદો . પરમાણુ તરીકે પાડયા છે એમ કાઈ એ સમજવાનું નથી.
આ માનવદેહનું પૃથક્કરણ કરશે તે તમાને તરત જ જણાઈ આવશે કે દેહમાં પાણી, પૃથ્વી, વનસ્પતિ, તેજ અને વાયુ એ બધાને સચેાગ છે, માનવદેહ પવન, પાણી, પૃથ્વી બધાના પરમાણુઓથી પરિણમ્યા છે, પણ તે પરિણમવનારા માણુસ છે. આથી જ એ દેહને માનવદેહ નામ આપેલું છે. મનુષ્યના દેહમાં પૃથ્વી, પાણી, વાયુ એ... સઘળાના ચેાગ છે પરંતુ તેથી તે માનવદેહને આપણે પૃથ્વીકાય યા તે વનસ્પતિકાય કહી શકતા નથી, કારણ એ છે કે માનવદેહમાં ખીજા બધા અશાના લેાપ કરીને આત્માએ તેને નવા સ્વરૂપમાં પરિણમાવી છે. માટે જ એ દેહને માનવદેહ કહેવાય છે. આત્માએ વનસ્પતિકાય. ઇત્યાદિને પલટાવી નાખ્યા અને તેને નવા સ્વરૂપમાં પરિણમાવેલ છે.