________________
શરીર એટલે દરબારી જમીન તો ત્યાં મોક્ષ છે. જ્યાં કુલ સત્તા જ આત્માની હોય, પુદ્ગલની નહીં. તેથી સર્વ પ્રકારે અસંખ્યાતા પ્રદેશોએ દરેક સમયે આત્મા ચામૃત થાય છે. દેવામાં ડૂબેલા રાજ્યને છેડાવવા રાજવીઓએ કરકસર ઉપર કેડ બાંધવી જોઈએ, ન બાંધે તે જમીનદારીને છેડી શકે નહિ. તમે કરકસર ઉપર કેડ બાંધે. રાજવી શોખ ઓછી કરે તે કેડ બાંધી શકે, નહિતર નહિ. તેમ દેવામાંથી તારે મુક્ત થવું હોય તે તમારે કેડ બાંધવાની જરૂર છે. તે કયારે થાય કે ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા માટે તૈયાર થાય. ત્યારે પિકાર કરવાથી દેવું છૂટે નહિ. પણ દેવું છેડવાનું લક્ષ્ય રાખવું. તેમ તમારે પણ જેટલી તાકાત, સામર્થ્ય કે શકિત હોય તે બધી ફેરવવી. આ કેડ બાંધી રાજા રાજ્યને દેવામાંથી છોડવે, તેમ તું કેડ બાંધી, ઈન્દ્રિય જીતી શકીશ અને તેથી જ સંસારથી છૂટીશ અને મોક્ષ મેળવીશ.
જ ભાવદયાનાં નિઝરણું ઝરાવવા માટે જેના દર્શન જગતમાં
જગ્યું છે. * જ્યાં સુધી ભાવદયાનું તત્વ નિહાળનારા નહિ થાઓ ત્યાં
સુધી પ્રભુમાર્ગની બધી કાર્યવાહી સાયની સિદ્ધિ કરી શકશે
નહિ. slee