Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 168
________________ સમતા ૪૭૩ રાજા અતિ શેકાકુલ થયો. રાજા પણ વૃદ્ધ હતે એટલે લોકે એને પણ જીવનને છેડે જ માનતા હતા. પરંતુ રાજા જે આત્મદષ્ટિથી વિચારે તે હતું શું અને ગયું શું?’ એને તે વળી અસેસ શાને ? પુદગલ પ્રેમીઓની દશા પાગલ જેવી હોય છે. આ દિશામાં રાજાના કલ્પાંતમાં શી ઊણપ હેયર ભરદરિયામાં પડેલે, તરવાના સાધન વગરને ડૂબી જાય તેમાં આશ્ચર્ય નથી. તેમ આત્માને તથા ધર્મને નહીં ઓળખનારાઓ તેવા સંયેગવશાત્ સંસારસાગરમાં ડૂબી જાય, તળીએ જઈ બેસે તેમાં નવાઈ નથી. રાજાના શાકને પાર નથી ! આ વખતે પ્રધાને વિચાર કર્યો કે “આવા પ્રસંગે શોક કે કહપાંતથી બચાવનારું સાધન આત્મા તથા ધર્મને ઓળખાવનાર ગુરૂ જ માત્ર છે. જગતની જૂઠ્ઠી બાજીને તેના ખરા સ્વરૂપથી સમજાવનાર ગુરુ વિના બીજું કઈ નથી. માટે કેઈ મુનિમહારાજ પાસે રાજાને લઈ જવામાં આવે તે જરૂર શેકનું નિવારણ થાય” વાત પણ -ખરી! પ્રધાનને ઉપદેશ કામ ન લાગે, કેમ કે આખરે એ પણ જગતની માયાના પૂતળાઓમાંનું એક છે. વળી એ રાજાને એ સેવક છે. સ્વામીના મગજ ઉપર આવા વખતે સેવકને કાબુ હોઈ શકે નહીં. મહાત્માઓ કેઇના સેવક નથી, સ્વામી છે. એટલે તેઓ જ સત્ય ઉપદેશથી દુનિયાને શેક નિવારણ કરી શકે. “રાજા એટલે ભવાટવીમાં ભમતે ભૂત! એને ઠેકાણે લાવવા માંત્રિક જેવા મુનિની ; જ જરૂર છે, આમ વિચારી નગરની પાસે ઉદ્યાનમાં બિરાજમાન ગુરૂ પાસે રાજાને પ્રધાન લઈ ગયે. ગુરૂમહારાજે રાજાને સંસારની અનિત્યતા સમજાવી. મેટે ભાગે મેહધને ઉપદેશ વ્યર્થ નીવડે છે, છતાં ગુરુમહારાજે ઉપદેશ આપવા માંડઃ મહાનુભાવ! સંસાર અનિત્ય છે. કેઈ ઝવેરી હીરે ખરીદવામાં કિગાય અને કાચના ટુકડાને હીરો માની લઈ લે, તેના કરોડ રૂપીઆ આપી દે. એ હીરે સાચવવા તિજોરી વસાવે, રક્ષણ કરવા આરબે. રાખે, પણ જ્યારે માલુમ પડે કે “એ તો કાચને ટુકડે છે, ત્યારે

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176