________________
૪૬૦
આનંદ પ્રવચન દર્શન
થાય તે પાપ કરવામાં પાછો પડતું નથી. સમકિતી થવાનું બધાને ઘણું ગમે છે.
દુનિયા સારા શબ્દોની ઈચ્છાવાળી છે. શાહુકારી બધાને ગમે છે, પણ શાહુકારી રાખવી નથી ગમતી, મોઢે બોલવી અને દાખવવી એ તો બધાને ગમે છે, ચોર પણ ચારપણે જાહેર થવા માગતું નથી. માર્ગમાં આવવાવાળાને સમ્યક્ત્વ જ ગમે છે. કેઈપણ જીવ મિથ્યાત્વી થવા માગતું નથી, તમામ સમકિતી બનવા તૈયાર છે. વિચાર કરવું જોઈએ કે સમકિતપણું ક્યાં છે ?
યાદ રાખજો કે અનંતી વખતે આપણે સમક્તિપણાની કરણી કરી છે. તીર્થકર ભગવાનની પૂજા મેટા આડંબરથી કરી છે, મંદિરો હજારો લાખે વખત બંધાવ્યાં છે, મંદિરની સંભાળ હજારો લાખે વખત કરી છે, મૂર્તિઓ પણ ભરાવી છે. આ બધું કર્યું. ગુરૂને અંગે હજારો દીક્ષાઓ અપાવી, હજારે મહોત્સવ કર્યા હજારો દીક્ષિતની કરણમાં મદદગાર થયા, પૌષધ, સામાયિક, પ્રભાવના અનંતીવાર કરી. આરંભ–સમારંભ છેડીને કુટુંબે કળતા છતાં અનંતીવાર સાધુપણું આપણે લીધું. કેઈપણ કાળે કકળાટ થયા વગર દીક્ષા થઈ નથી. જે દીક્ષા લે અને કુટુંબ છેડે તેને તે ગમ્યું હોય, પણ દુનિયામાં જે રહ્યા હોય તેને ક્યાંથી ગમે? તમે તમારા ફાયદા માટે કરે પણ તેના સ્વાર્થમાં ધકે પહેચે, તે તેમને ક્યાંથી સારું લાગે?
એ તે એમ જ સમજે કે એક મરી જાય. અને એક દીક્ષા લે એમાંથી ઘરમાં ફરક કયો પડે ? દીક્ષા લેનારને ભલે ફરક હોય, પરંતુ કુટુંબને કે ફરક લાગે ? કુટુંબવાળાને બંને સરખા. કામકાજ રોજગાર વેપાર વગેરેમાં કુટુંબને ફરક શું ? કશે નહીં. દીક્ષા લેવાવાળો એને કામ લાગવાનું નથી. મારા કુટુંબમાંથી કઈ દીક્ષિત થયું નથી એ વિચાર કેઈ દિવસ આવે છે ? ધર્મિષ્ઠ કલેશ નહીં કરે, પણ દૂર બેસી રહેશે. અનંતીવાર કુટુંબના મરણથી શેક કરીએ છીએ, તેવી રીતે કુટુંબને કેઈપણ દીક્ષા લે ત્યારે શાક જ કરે છે!