________________
-
-
-
- -
-
-
-
અનર્થનું મૂળ
આત્માની ઓળખાણ કયારે આવે ? નાનું બચ્ચું સાચા હીરાને પામે કયાં ? તેમ આ જીવ આત્માનું સ્વરૂપ સમજે કયાં? સ્થિતિ સુખ સમજે ક્યાં ? ઝવેરીને હિસાબ એ પણ જકડી નાંખે ત્યારે આવડે. એ હિસાબે સહેજે નથી આવડતા. આંતરડાં ઊંચાં લાવે, ત્યારે આત્માની ઓળખાણ આવે. સાચા ઝવેરાતને મોટે વેપારી કાચના ટુકડાના પ્રયત્નને કઈ સ્થિતિએ દેખે? કાચથી ભરેલી આખી પેટી છે, તે પણ સાચા હીરાના જાણકારને તેની કિંમત કેટલી ? જેને આત્માનું સુખ ખ્યાલમાં આવ્યું તેને મન ચક્રવતી તે કાચના કટકાથી પેટી ભરનારા બાળક જ જેવા છે. અધિક કટકા એકઠા કરે તે તેને વધારે વહાલા લાગે. તેમ અહીં પણ જે આત્મા તરફ દષ્ટિ કરનારા, આત્માના સ્વરૂપ, સાધનને સમજનારા, સ્થિતિને લક્ષમાં લઈને તે પ્રમાણે વર્તનારા છે, તેમને દેવેન્દ્ર કે ચકવતી સરખા પણ વહાલા લાગે. સમકિતી જીવને એ આખી ચારે ગતિને સંસાર, ને ઇંદ્રની કે સામાનિકની સ્થિતિ હોય તે પણ બંધુ કંટાળાભર્યું લાગે. ઝવેરાતની પરીક્ષા થઈ ગઈ કે કાચના કટકાની પેટી કરૂણા ઉપજાવે. અરર! આની દશા શી ! કાચના કટકા ભેળા કરનારો આ બાળક મોજ માને છે ! પણ ઝવેરીના જિગરમાં ઝેર રેડાય છે. શાથી? આ બિચારાની આ દશા ?
તેવી રીતે સમકિતવાળે જીવ ચારે ગતિના કેઈ જીવને દેખે. ત્યારે તેનામાં તે દયાનો ઝરે પ્રગટે, મિથ્યાત્વને અંગે ઝેર વરસે, તેને થાય ? આની દશા શી થવાની ?
માન્યતાના પલટાને અને આ બધું છે. નાના બાળકે હીરાની માન્યતા કાચના કટકામાં કરી. તે મેળવવા શું માંગે ? કાચના કટકા. કાચના કટકા મળતા હોય તેવાં સ્થાને તે ખાળે. નાના બાળક ઝવેરી બજારમાં ના પેસે કાચવાળાની દુકાન હોય ત્યાં જ દોડે છે. તેવી રીતે આ જીવ જ્યાં પગલિક સ્થિતિ હોય ત્યાં જ દેડવા. તૈયાર. જિનેશ્વરના શાસનમાં–ઝવેરી બજારમાં જવા ને એવા પણ, ૩૦