________________
જીવજીવન અને જડજીવન ક
[MRાન 3
[ જ્યાં છદ્મસ્થપણું છે ત્યાં વિચાર છે. આ વિચાર જીવજીવન અને જડજીવન એમ બે પ્રકાર છે. જ્યાં સુધી વિરતિ ન આવે ત્યાં સુધી જડજીવન અને વિરતિ આવે એટલે જીવજીવન, જીવજીવન છઠ્ઠા ગુણઠાણ પછીથી જ થાય છે. અને તે જ પરમ ઉપકારક છે ]
જીવન બે પ્રકારનાં : જીવજીવન અને જડજીવન, શાસ્ત્રકાર મહારાજા ન્યાયાચાર્ય શ્રીમાન શ્રી યશોવિજયજી. મહારાજ ભવ્ય જીને ઉપકાર માટે ૨૩મા “લોકસંજ્ઞા અષ્ટકમાં જણાવે છે કે સંસારમાં કોઈપણ જીવ છસ્થ છે. સંપૂર્ણ જ્ઞાન પામ્યો નથી ત્યાં સુધી સંજ્ઞા વગરનો હોય નહીં. જે જે જીવો કેવળી હોય. નહીં તે બધા સંજ્ઞાવાળા હોય. અને તેથી જ જ્ઞાનમાં અપૂર્ણ છે. ક્રિયાનાં કારણોની નિશ્ચિતતા નથી. વિચાર બે પ્રકારના છે : જીવ. વિચાર અને જડ વિચાર. આ બે પ્રકારના જ પદાર્થો છે. હંમેશાં. વિચાર પદાર્થોને થાય. જે પદાર્થ રૂપે હોય તેના જ વિચારે થાય. કેઈએ સ્વપ્નામાં પણ આકાશના ફૂલને વિચાર કર્યો નથી. આકાશનું ફૂલ મને મળે એ વિચાર સ્વપ્નમાં પણ આ ખરો ? તે જ વિચાર સ્વપ્નમાં આવે છે, જે દુનિયામાં હયાત હોય. જગતમાં પદાર્થ જ બે જીવ અને જડ, બે જાતના પદાર્થ હોવાથી ત્રીજાને વિચાર ન હેય. આ વાત શાસ્ત્રકારોને પણ માન્ય છે.
જીવ અને જડ જણાવીએ એમાં સાંભળનારનું શું વળ્યું ? અમારે જ્ઞાન એ જ લેવાનું કે જેનાથી કાંઈ પણ ફાયદો થાય. જેઓ જ્ઞાનને સાધ્ય તરીકે ગણતા હોય, ફળ તરીકે ગણાતા હોય તેઓને