________________
૪૯૦
આનંદ પ્રવચન દર્શન પ્રાપ્ત કરવું બીજી બધી બહેકાવટ છે. દુનિયાના સંજોગે નવાં નવાં કારણે ઉત્પન્ન થાય, ત્યારે બહેકાવટ થાય છે. દુનિયાએ ચાંદી, સોનાને કિંમતી ન ગણ્યાં હોત તો કાંઈ ન હતું. જેવી રીતે દુનિયાની બહેકાવટે કિમતીપણું લાગે પણ તે બધી ઈચ્છાઓ કૃત્રિમ છે.
જન્મે ત્યારે બે જ ઈચ્છા હોય છે: “સુખને મેળવવું ને દુખને - દૂર કરવું.” અર્થાત્ દુઃખથી દૂર થવું અને સુખ મેળવવું એ જીવનને સ્વભાવ છે. સુખ એવું માને છે કે ભોજન કરવા બેસે તે લાડવા પીરસ્યા હોય, ડું ખાવ એટલે બીજા રસની ઈચ્છા થાય. પણ -સુખ ભેગવતા કઈ દહાડે દુઃખની ઈચ્છા થતી નથી. પલ્યોપમે સુધી સુખ જોગવીએ પણ થોડું દુઃખ ભેગવીએ એમ થતું નથી. વચમાં શાક તરીકે પણ દુઃખ જોઈતું નથી. સહેજે કેઈ ચીજ માગીએ તો પાંચ વર્ષ મળે તે બસ, બાર માસનું સાધન મળે તે બસ એમ થતું નથી. સુખ જોઈએ પણ તે દુઃખવાળું ન હોય, આગળ જે -ખસવાનું ન હોય, જે સુખમાં આગળ દુઃખ આવતું હોય તે તે -દુ:ખરૂપ છે. ઝાડ નીચે બેસો તો સુખ મળે, પણ તડકે વધારે થાય ત્યારે ત્યાં બેસતા નથી. ઝાડ નીચે બેસીએ તો પરિણામે વધારે તાપ, ભૂખ, તરસ લાગે તે ત્યાં બેસવાની મૂખોઈ કરી કહેવાય. કલાક ગુમાવી દીધે, ઝાડ નીચે બેસવાથી વધારે તાપ થયે, ત્યાં આગળ બેસી બધો ટાઈમ બગાડે. એક બે વાગે મહેમાન તરીકે કેઈને ત્યાં જાઓ. તે ત્યાં શું મળે ? બાર લગી જાઓ તે ઠીક, પછી તે બધામાંથી -રખડવું પડે. ઝાડ નીચે શાંતિ હતી, છતાં ત્યાં બેસવામાં મૂર્ખાઈ કેમ ગાગો છે ? આગળ જેનાથી દુઃખ થાય, વર્તમાનમાં સુખ હાય પણ પછી, દુઃખ હોય તે તે દુ:ખ જ ગણાય. ૪
આપણને બધી વાતે સુખ જોઈએ છે. દુખ વગરનું, હંમેશાં રહેવાનું અને સંપૂર્ણ આવું સુખ જીવ માગે છે. હવે માગ્યા છતાં, સનમાં મોતીના ચાક પૂરીએ તેથી તેની કિંમત ન ઊપજે, પણ તેનાં કારણે મેળવીએ ત્યારે કિંમત મળે. કુંભાર માટી લાવે ત્યારે ઘડો મેળવે, સાળવીને લુગડું વણવું હોય તે તેણે સુતર લાવવું જોઈએ. કારણ કે લુગડાંનું કારણ સુતર છે.