________________
પાતળા કષાયથી મનુષ્યપણું
ત્યારે બાદશાહે કહ્યું કે “બેવકુફ ! ખાને કા ના મીલે તે ખાજે' કા ભૂકા ખાય. ભૂખ્યા કયું રહે ?
બાદશાહના ભાણામાં ખાજા આખા મૂકે પણ તે ભાગ્યા વિના. ન રહે, કારણ કે તે ભૂકે ન ખાય. બાદશાહી કુળમાં જન્મ્યા, ઉછર્યો,. તેને લીધે ખાજાને ભૂકે નકામે લાગે છે, ત્યારે એમ કહે છે. જે તે જગત આખાને નજરમાં લે ત્યારે માલૂમ પડે કે મકાઈની ઘેંસ કેટલી મુકેલ છે ?
તેવી રીતે આપણે પણ મનુષ્યપણું પામીને સમજણા થયા છીએ. આ મનુષ્યપણું બાદશાહી ખાજાના ભૂક્કો સમાન છે. કેઈ દિવસ એ. વિચાર કર્યો કે આ મનુષ્યપણું કેમ મળ્યું ? આપણે જ મનુષ્યો થયા તેનું કોઈ કારણ? આ વિચારને આખી જિંદગીમાં અવકાશ મળતું નથી, અનાદિ ક્રોધાદિ વિકારોને અવકાશ છે જ, મનુષ્ય કેમ. બન્યો તે વિચારીને જ અવકાશ નથી. આપણે ઈન્દ્રિયોના વિષયે. તરફ ને મનના વિકારે તરફ એટલા બધા ખેચાયેલા છીએ કે મનુષ્ય. કેમ બન્યા તે જાણવા–સમજવાને અવકાશ જ ન મળે. આ. મનુષ્યપણું રૂપી પેઢીમાં થાપણ મૂકી તે કેટલી ઘટી, કેટલી વધી, તેને કાંઈ વિચાર કર્યો? કઈ પુરાંત ઉપર આ પેઢી ખુલ્લી મૂકાઈ હતી તેનો વિચાર કર્યો ? જે અમે નથી ભણ્યા એ નિશાળનો જ બોયકેટ છે એમ તે નથીને?
સાચી નિશાળ એ કે જેનું નામ ધર્મ છે. ધર્મ એક જ માટીની. પેઢીની મિલકત બતાવનાર છે. જેને અફીણની ટેવ પડી છે તેને પાંચ પકવાન્ન આપે પણ કસુંબ ન આપો તો તે ફકકા. લાગે પણ કસુંબો આપીને મીઠાની ઘેંસ પાઈ દો તો પણ તે તેને મીઠી લાગે છે. વ્યસન લાગેલું હોય તે તે મળ્યા પછી બીજી ગમે તેવી ખરાબ ચીજ મળે તે પણ તે સારી લાગે. જેને ક્રોધ પર કાબૂ નહિ તે કયાં સારો રહેવાને ? સાપને એક છોકરો અડે તેમાં તેને નુકસાન. કેટલું થયું ? પણ તેણે સજા કેટલી કરી તે વિચારે ! મોતની સજા. કરી. શાને લીધે ? કોધ પર કાબૂ નહિ, તેને લીધે.