________________
^^
^^^
^
અંતરાત્મા
૧૯ //\/\ *./૧ /૧/૧૦/^ જીવ માત્રના દુઃખને સર્વથા નાશ થઈ ગયો હોત. શાસ્ત્રમાં યોગ્ય કારણે માનવાની આવશ્યક્તા સ્વીકારી છે તે આથી જ છે. સેંકડો કે હજાર વર્ષ સુધી કોઈ પાછું વલવ્યા જ કરે તે ઘી નીકળે ખરૂં? નહિ જ. વર્ષોનાં વર્ષો ભલેને ધૂળને, નદીની રેતને ઘાણમાં પલવામાં આવે. આ પીલે તો કણ બારીક થાય પણ કાંઈ તેમાંથી તેલ નીકળે ખરું? નહીં.
તેમ સુખની ઇચ્છામાં મહેનત તથા સંયમની સફળતાને આધાર રોગ્ય કારણે પર અવલંબે છે. મહેનત, મહેનત માત્રથી સફળ થતી નથી. વખત, વખતના વીતવા માત્રથી સફળ થતું નથી. એમ નથી કહેવાનું કે ઉદ્યમ કે કાળ નકામાં છે પણ યોગ્ય કારણે મળે તે જ ઉદ્યમ અને સમય કાર્યસાધક બને. ઉદ્યમની જરૂર ખરી? દૂધમાંથી એમને એમ કદી માખણ નીકળવાનું નથી, તલમાંથી પણ પીલવાના ઉદ્યમ વિના તેલ પોતાની મેળે, જાતે ઊભરાવાનું નથી. ઉદ્યમ કરે જ જોઈએ અને ઉદ્યમ ફળવાને સમય પણ જોઈએ જ. નિષ્ણાત વધે આપેલી અક્સીર દવા પણ ગળા નીચે ઊતરતાં જ અસર કરતી નથી. શરીરમાં લેહી વગેરેમાં ઔષધ પરિણમ્યા પછી જ તેની અસર થાય છે.
કાર્યની સિદ્ધિ માટે સાચી મહેનત જોઈએ. કારણમાં થયેલી મહેનત સફળતા પામે છે અને સમય પણ ત્યાં જ સફળતા સાધક થાય છે. આ જીવ અનાદિકાળથી સુખ મેળવવા તથા
ખ દૂર કરવા ઈચ્છે છે. તે માટે તેણે મહેનત નથી કરી તેમ નથી. (વિના પ્રયત્ન ગમે તેટલો સમય ચાલ્યો જાય તે પણ શું વળે? એક પગલું ન માંડે તે સે વર્ષે પણ એક ગાઉ જવાય ખરૂં? ન જ જવાય. ત્યાંના ત્યાં જ) આ જીવ મન, વચન તથા કાયાની મહેનત વિના ક્ષણ પણ રહ્યો નથી, અને રહેતે નથી. ક્ષણને સમય તે અધિક છે પણ શાસ્ત્રકારની ભાષામાં કહ્યું કે એક સમય પણ એવો નથી કે
જ્યારે જીવ, કાયા, વચન તથા મન દ્વારા મહેનત ન કરતે હોય. સગી કેવળ એ જ ભેદ છે ને ?