________________
જૈન કેણ ?
૪૦૧ તે જ ગુરુતત્વમાં પણ સુંદરતા આવી શકે છે અને દેવતત્ત્વની સુંદરતા એ જ ધર્મતત્વમાં પણ સુંદરતા લાવે છે. આથી જ દેવતત્વને પહેલું કહેવાની શ્રીમાનું શાસ્ત્રકાર મહારાજાઓએ જરૂર માની છે.
દેવતને આગળ કરવાનું બીજું એક કારણ છે. તે કારણએ. છે કે આ જગતને ધર્મને માર્ગે વાળનાર જે કઈ પણ તત્ત્વ હેય તે તે દેવતત્વ જ છે. આ સંસાર અનાદિકાળથી રાગદ્વેષાદિ વિકારોમાં દોરાયેલો હતે. કેઈપણ ધર્મ યા સંપ્રદાયે આ સંસારને એ ઉપદેશ આપ્યો નથી કે તમે વિષયવિલાસમાં દોરવાઈ જાઓ, તમે વ્યભિચારાદિમાં પ્રવૃત્ત થાઓ અથવા બીજી કષાયપોષક પ્રવૃત્તિઓ ચલાવે. પરંતુ તે છતા પણ આ સંસાર વિના કહે એવા માગે દોરાઈ ગયે હતે. કડવી વસ્તુ ખરાબ લાગે છે એ વાત કોઈને શીખવવી પડતી નથી, મીઠાશ સારી છે એ વાત કેાઈને કહેવી પડતી નથી. છતાં સ સાર મીઠાશને મહાતું બન્યું છે.
પોતાને જે વસ્તુ અનુકૂળ હોય તે તેને સારી લાગે છે અને પિતાને જે વસ્તુ પ્રતિકૂળ હોય તે ખરાબ લાગે છે આત્માની આ પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલી આવેલી છે આ પ્રવૃત્તિ માટે આત્માને બોધ આપવો પડતે નથી અથવા તે તેને શીખવવું પડતું નથી. પરંતુ એ જ્ઞાન તેને સ્વાભાવિકપણે જ રહેલું છે. ઈન્દ્રિયોને અંગે અનુકૂળતામાં સુખ અને તે જ ઈનિચેને અંગે પ્રતિકૂળતામાં દુઃખ, એ વાત જીવન વિષે સ્વાભાવિકપણે જ રહેલી છે એ જ્ઞાન બાળકપણામાં મળ્યું નથી, પરંતુ ગર્ભમાંથી જ તેને તે જ્ઞાન થએલું હોય છે.
એક રથને એકવાર એવો બનાવ બન્યું કે એક બાઈ ગર્ભવતી હતી. આ ગર્ભ આઠ માસને થયે. એવામાં અચાનક કેઈ કારણથી ગર્ભમાંથી બાળકને હાથ બહાર નીકળી આવ્યો. યોનિમાંથી ગર્ભને નીકળેલો હાથ પાછો અંદર જાય તે માટે ગર્ભવતી બાઈએ બહુ પ્રયત્ન કર્યો પણ કાંઈ પત્તો લાગ્યું નહિ. કેટલાયે ડોકટરો આવી ગયા, કેટલાય વૈદ્યો આવી ગયા પણ ગર્ભનો હાથ બહારને બહાર તે કેમે કરી અંદર જાય જ નહિ! એવામાં એવું બન્યું કે એક