________________
ધર્મલાભ
૩૯
વાવડીમાં પડી મરી ગયા, તે બદલ ભગવાન્ મહાવીરદેવને કે તેમના
સાધુને દિલગીરી નથી, તેમજ કેણિકને રાજ્ય મળ્યું તેમાં સાધુને - આનંદ કે સંતોષ નથી. તે દુનિયાદારી સાથે સંબંધ રાખત તે તે
પૂજાત ખરા? કેઈપણ ધમી આંગણેય ઊભા રહેવા દેત નહીં ! સાધુઓ દુનિયાની ઋદ્ધિસમૃદ્ધિમાં મદદગાર થાય નહીં. દુનિયાદારીના વિષયેની અનુકૃળતા એને પ્રતિકૂળતાની અપેક્ષાએ ગુરૂને ઉપદેશ નથી. એ વિષયે તે ગળાને ફસે છે. કાશીનું કરવતઃ બેય તરફ જતાં આવતાં રહેશે અને કાપે ! દુનિયાદારીના રાગ અને દ્વેષ બનેને કરવત જેવાં સમજાશે ત્યારે જ એનો ત્યાગ કરનાર ગુરૂની પૂજ્યતા ખ્યાલમાં તેમને આવશે. સામાયિકને ધર્મ માન, કલ્યાણને માર્ગ માને, તે જ ગુરૂને ગુરૂ માની શકે. ત્યાગ એ જ આત્મકલ્યાણનું કારણ છે એમ ન મનાય ત્યાં સુધી ગુરૂને ગુરૂ તરીકે માની શકાય તેમ નથી.
તમે તે ચોવીસે કલાક બસ એક જ “ભજ કલદાર! ભજ કલદાર !” ને જાપ જપી રહ્યા છે ! એટલે બેસે, ઋદ્ધિ-સમૃદ્ધિ ડૂબાડનાર છે? એમ કહેનાર તમને સારા ક્યાંથી લાગે ? આ સ્થિતિમાં ધર્મની ઉત્તમતા વસવી જ મુશ્કેલ છે. ત્યાં ત્યાગને ઉપદેશ કે ત્યાગી ઉપદેશક પ્રત્યે ભાવ કયાંથી જાગે ? તમને તે ગુરૂ સારા લાગશે, તેમના પ્રત્યે ભાવ જાગશે, કે જે તમને જૂદી જૂદી ચીના થનાર ભાવ બતાવશે, તેજીમંદીના ગાળા આપશે, પણ એ ચાળા લારા કરનારા છે.
આ મમતા જ કારણ છે કે જેથી “તમે ગળે સુધી ડૂબી રહ્યા છે એવું સાચું કહેનાર તમને સારા નથી લાગતા. તમારા અવળા ધ્યેયના કારણે તમે ત્યાગને ધર્મ નથી ગણતા, ત્યાગીને ગુરૂ નથી ગણતા ઃ અને ગુરૂ ન ગણે તે પછી તરણતારણપણે તે ગણે જ શાના? ત્યાગ જ ઘર્મ છેધર્મ ત્યાગમય જ છે, એ વાત જ્યારે હૃદયમાં ઊતરશે, જચશે, ઠસશે ત્યારે જ સમજાશે કે મારે આત્મા ફસાયે છે, એવું સ્પષ્ટ કહેનાર ત્રણ જગતમાં બીજો કઈ નહિ મળે, એ તે નિઃસ્પૃહી સાધુઓ જ કહી શકે.