________________
ધર્મલાભ
૩૯૭
પણ તેમને મનાઈ નથી : મનાઈ વ્યવહારની છે. તેમને કેવળજ્ઞાન થાય તે માનવામાં અડચણ નથી.
નીચતા બે પ્રકારની છે જાતિથી તથા કર્મથી. જંગલી કબૂતરનુ. ઇંડું ગામમાં આવે, એમાથી કબૂતર થાય તે પણ તેનું જંગલીપણું ન ટે, અનુચિત કર્મ તે હલકાં કર્મ છે. જાતિ ઉત્તમ હોય તે કદાચ અધમ કર્મ કરે, તેમાં અને જાતિથી અધમ કર્મના સંસ્કારવાળા હોય. તેમાં ફરક છે. કપડા પર કાચો રંગ તથા પાકે રગ થાય છતાં એ. બે રંગમાં ફરક છે. પાકે રંગ જતો નથી. પરંપરાના કુળજન્ય. સંસ્કારો પાકા રંગની માફક જતા નથી. “જાત એવી ભાત એ નથી માનતા ? કન્યાના પૈસા લેનાર બાપને સમજાવી શકાશેઃ તે સહેલાઈથી સમજી શકશે, કેમ કે વ્યવહાર કુળાચારથી ઉત્તમ છતાં આ સ્થિતિમાં તે મુકો છે માટે તે લે છે. પરંપરાથી નચ ગોત્રવાળા સીંગમાંથી સડેલા જેવા ગણાય. કેટલાક ક્રિશ્ચિયન થયા, કેટલાક બીજા થયા, તે પલટ શાથી? એવાઓએ તે સ્વાર્થની બાજી માડી છે. જ્યાં વાર્થ દેખે ત્યાં દોડે અને હાથ જોડે !
સ્વાર્થમય પ્રવૃત્તિમાં અને સ્વાભાવિક પ્રવૃત્તિમાં ફરક છે. “લેચ્છ કુળથી માધુકરી વૃત્તિ લેવી તેને અર્થ પ્લેચ્છકુળથી ગોચરી લેવી તે નથી. “gિ' “પણ” શબ્દ વરચે શા માટે કહેવો પડયો ? સ્વેચ્છકુળમાં ગોચરી લેવા લાયક નથી એમ ‘’ શબ્દ જ પુરવાર કરે છે. સ્વેચ્છકુળની ગોચરી લેવી તે દોષ છે, પણ માધુકરીની પવિત્રતા એવી અને એટલી જબ્બર છે કે જેની આગળ પેલે દોષ કાંઈ વિસાતમાં નથી. માધુકરવૃત્તિને મહિમા જણાવવામાં આવ્યો છે. કેઈ શાસ્ત્રકાર એમ કહે કે-પ્રતિજ્ઞાના ભંગને પ્રસંગે મરી જવું, પણ ભંગ તે ન જ કરે એને અર્થ મરવું સારું ગયું છે એમ તે નથી જ. પણ મરણ કરતાં પ્રતિજ્ઞાભંગ વધારે ખરાબ ગણે છે. મરણ ખરાબ જ છે, અતીવ દુઃખદાયી છે, જેની કલ્પના પણ ભયંકર છે અને કેઈને તે રુચતું નથી, છતાં પ્રતિજ્ઞાભંગનું દુ:ખ એનાથીચે. ભયંકર છે, એટલું જ જણાવવાની મતલબ છે. એમ ન હોય તે. પ્રતિજ્ઞાભંગ વખતે મારી નાંખવામાં લાભ ગણાઈ જાય.