________________
૩૭૬
આનંદ પ્રવચન દર્શન અર્થાત્ તારક એવા પોતાનાથી પ્રતિકૂળ હોય તેવાને પાણે તારનાર તે વાસ્તવિક તારક છે. એથી જ ભવાંતરથી દેવી એવા ખેડુતને પ્રતિબંધ કરવા શ્રી ગૌતમસ્વામીજીને શ્રી મહાવીર ભગવાને એકાયા. શ્રી ગૌતમસ્વામીજીએ જઈને શું કર્યું? ખેડૂતને લાવીને પૂછયું તથા આ રીતે સમજાવ્યું–
શ્રી ગૌતમસ્વામીજી : “મહાનુભાવ !... આ તું શું કરે છે ? ખેડૂત ખેતી!” શ્રી ગૌતમસ્વામીજીઃ “શા માટે ?” ખેડૂતઃ “મારા પેટ માટે તથા મારા કુટુંબ માટે !”
શ્રી ગૌતમસ્વામીજીઃ “ખેતીમાં હિંસા થાય છે, તે હિંસાનું તને કેવું ફળ મળશે? યાદ રાખ કે તે તારે એકલાએ ભેગવવું પડશે. ખાવામાં જગલ અને ફૂટવામાં ભગલે....! ખાય પેલા અને પાપ તારે બાંધવું? પરભવે પેલા ભોગવવા આવશે કે તારે ભેગવવું પડશે? શાક ખાવાનું તે ઘરવાળા બઘાને છે, પણ સમારનારની આંગળી કપાય તો વેદના તેને એકલાને જ થાય છે. ચોરી કરવા જનાર કુટુંબાદિ માટે તે બધું કરે છે, પણ ચોરી કરતાં પકડાય તે સજા તેને પોતાને જ થાય છે પણ કુટુંબને થતી નથી, પૈસા માટે કેઈનું ખૂન કેઈ કરે તે માલમાં બધાયે ભાગીદાર થાય, પણ ફાંસી તે એકલા ખૂનીને જ થાય ! આ બધું તો આ લેકમાં પ્રત્યક્ષ છે ને ? -તો પછી પરભવે કેણ ભાગીદાર થવા આવશે ? કુટુંબીઓ અહીં માલ ખાવાના ! માર ખાવાના નહીં !”
“અહી જ પાપનાં ફળે ભગવતી વખતે કુટુંબીઓ જ્યારે અલગ થઈ જાય છે, ત્યારે બીજા ભવમાં શું તેઓ કુટુંબી થવા આવશે ? અને પેટ ! પેટ એકલું પાપથી જ ભરાય છે એમ કોણે કહ્યું ? વગર પાપે પણ પેટ ભરાય છે. રાંધ્યા વિના પણ માધુકરીવૃત્તિથી ભિક્ષા માગી લાવી પેટ ભરી શકાય છે. કાચા પાણીને અડવાનું નહિ, અગ્નિને અડવાનું નહિ. પરિગ્રહ પાપનું મૂળ છે તેથી તે રાખવાને નહીં. હિંસા કરવાની નહી, અસત્ય બોલવાનું નહીં,