________________
૧
-
શાસૂચક્ષ
૩૮૫ કેટલાક દેશમાં કામ વખતે મજૂરોને બોલાવવામાં આવે છે અને કામ પત્યા પછી તગડી મૂકે છે, તેમ કર્મરાજા આત્મા પાસે મજૂરનું કામ કરાવે છે. આહારાદિ મેળવવામાં, તૈયાર કરવામાં હિસ્સે છરનો છતાં કર્મરાજા જીવને તગડી મૂકે છે. કર્મ એક જાતના ચંડાળ તરીકેનું કામ કરે છે. હીરા–મેતી તૈયાર કર્યા, મેળવ્યાં પણ સૂકીને મરી ગયા એટલે શું ? દરેક ભવમાં ભેગું કરવાનું? મજૂરપણું કરી કરીને આત્માને ચાલી નીકળવાનું જ ને? એક પણ ભવ મજૂરપણું કર્યા સિવાયને ગમે છે? દુનિયામાં મજૂરના પ્રશ્નમાં તે એક બે સંસ્થાની વાત હોય, પણ અહીં તે ભવભવની આ સ્થિતિ છે. આફ્રિકાના મજૂરે જેવી દશા છે, ત્યાં વસ્તુ તૈયાર થયા પછી મજૂરોને કાઢી મુકાય છે તેમ અહીં જીવને કાઢી મુકાય છે.
દેખતાં છતાં આંધળા. દુનિયાદારીમાં એક વખત ધપે ખાઓ તે બીજી વખત અલ આવે? બીજી વખત ધપે ખાઓ તો ત્રીજી વખત અક્કલ આવે. પણ અહીં તે અનંતી વખત ઘWા ખાવા છતાં તમને અક્કલ કેમ નથી આવતી? આપણું કાળજું કયાં ? પેલા મગરને તે વાંદરાએ કાળજું ઝાડે સૂકવ્યું છે એમ કહીને છેતર્યો હતો, વાંદરે ઝાડે ચઢી ગયો અને મગર વલખાં મારવા લાગ્યો વાંદરાનું કાળજું ઠેકાણે હતું તેથી તે બચી ગયે, ઝાડે કાળજું સૂકવ્યાની વાત બનાવી હતી. તે વિચારવા મગરને કાળજું નહોતું માટે તે બની ગ. આપણે કર્મની મજૂરી ભાભવ કરી પણ કાળજા વગરના હવાથી ફરી ફરી મજૂરી કરવા તૈયાર થઈએ છીએ.
આપણું કાળજું શાથી ખવાઈ ગયું છે ? વિષયની આસક્તિ, કષાયના વેગે, આર ભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ... આ ચારથી આપણું કાળજું ખવાઈ ગયું છે. કર્મની મજૂરી કરીએ એમ માલુમ પડે, છતાં એના એ જ, કારણ કે આંખ ખેલી નથી. જે આંખ બેલે નહીં તેને માટે મધ્યાહ્ન તથા અંધારી રાત એ બેમાં કશો ફેર નથી. અહીં પણ જેને આ સ્થિતિ જોવાને ચક્ષુ નથી, તેઓને ભવોભવ ૨૫