________________
૩૪
આનંદ પ્રવચન દર્શન
ઋદ્ધિમાનનું સન્માન ખમાતું નથી, માટે તેઓ એમ બેલે છે. શ્રીદશવૈકાલિકમાં દેવા કહ્યું તે પણ ઋદ્ધિમાને અંગે જ છે. પ્રતિક્રમણાવસરે રાજામહારાજાને કે ઋદ્ધિમાનને આચાર્ય ધર્મોપદેશ. દેવા ખોટી થાય અને તેથી આખી મંડળીને મે ડું થાય તે કાળની (સમયની) અપેક્ષાએ છે. ધર્મના કથનના સ્વરૂપમાં કે રીતિમાં ફરક નથી. ગરીબને તપમાં લાભ બતાવવામાં આવે અને પૈસાવાળાને ખાવામાં લાભ બતાવવામાં આવે છે એમ નથી. સમ્યગ્દર્શનાદિ ધર્મનું સ્વરૂપ તો શ્રીમંત કે રંક તમામ માટે સમાન છે. ધર્મના બોધ સંબંધી પરિશ્રમમાં ફરક પડે ત્યાં શાસ્ત્રનો બાધ નથી.
મૂળ મુદ્દા પર આવીએ ઇન્ મે: સાધુ જે લે છે તે હક્ક તરીકે નહિ. આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, કાન, બાળ, વૃદ્ધાદિની વૈયાવચરૂપ ધર્મને અંગે લાભની અપેક્ષાથી સાધુ અન્નાદિ ગ્રહણ કરે. છે, દેનારને ઇરા સ્ટમ છે. દેનાર, સાધુને સમ્યગ્દર્શન, જ્ઞાન ચારિત્રમાં સહાચા દે છે માટે તેને પણ ધર્મની પ્રાપ્તિરૂપ લાલ છે.
આવી પ્રતિજ્ઞા પૂર્વક વિરતિયુક્ત સાધુએ ગ્રહણ કરેલી ચીજ સમ્યગ્દર્શનાદિ વગરના જીવોને આપે તે પોતાની પ્રતિજ્ઞા તૂટે છે. સાધુએ વહોરેલી વસ્તુ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સચ્ચારિત્રરૂખ ધર્મ જ્યાં વૃદ્ધિ પામતે હેય ત્યાં જ વાપરી શકાય.
કેઈને એમ પણ થાય કે સચ્ચારિત્રમાં રહીને લીધેલ પદાર્થ રાખમાં પરઠવવામાં ધર્મ કયાંથી?
તેને માટે કહેવું જોઈએ કે જેને પોતાના ધર્મનું જ્ઞાન પણ પૂરું જાણવું નથી ત્યાં શું થાય? અષ્ટપ્રવચનમાતામાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ છે. પારિષ્નાપનિકા સમિતિ પણ પાંચ સમિતિમાંની એક છે. પરડવવું તે પણ એક સમિતિ છે. સમિતિ તે માતા છે. સમિતિ ચારિત્રની ઉત્પાદક છે, પિષક છે, ભકિત સાથે વિવેક રહે એ વાત જુદી છે. પરઠવવું તે સમિતિ છે. ચારિત્રને અંશ છે.
મૈ ત્રીપલી વિનઃ આ રીતિએ સાધુઓ જે મળે તેથી વૃદ્ધાદિની વૈયાવચ્ચ અને પોતાને નિભાવ કરનારા હોય છે.