________________
આજનું કપરું ચારિત્રપાલન
3७५
જાણવાથી આમાને કૃતાર્થ માનવાને નથી. આત્મા જ્યારે વિષય પ્રતિભાસ જ્ઞાનમાંથી પરિણતિ જ્ઞાનમાં આવે અને તેમાંથી પ્રવૃત્તિજ્ઞાનમાં આવે તે તે જ્ઞાન મેળવ્યું સફળ ગણાય. પરિણતિ કે પ્રવૃત્તિમાં આવ્યા વગરનું જ્ઞાન શુષ્ક છે, નિરર્થક છે, ફળ વગરનું છે. અનંતી વખત આ જીવ શ્રુતજ્ઞાનને ધારણ કરનાર થયે, શ્રુતજ્ઞાન દ્રવ્યથી અનંતી વખત આવી. ગયું, પણ તે વિષય પ્રતિભાસરૂપે હતું માટે જ ફળ્યું નહિ.
આજકાલ કેટલાક કહેવાતા અધ્યાત્મવાદીઓ પણ ક્રિયાના. ઉથાપકે હે ભવ્યજીવને ક્રિયાથી ચલિત કરવા માટે તેમને કહે છે કેઃ મેરૂ જેટલા ઘા મુહપત્તિ કર્યા. તેમાં શું વળ્યું ?” વાત ખરી, પણ પરિણતિ જ્ઞાનવાળા એવા મુહપત્તિનું ગ્રહણ થયું નથી, એ જ ન વળવાનું કારણ છે, પરિણતિજ્ઞાનપૂર્વકના ઘા મુહપત્તિ આઠ વખતથી વધારે વાર ન જ થાય. કલ્યાણની બુદ્ધિથી ગ્રહણ કરવામાં આવેલા ચારિત્રના ભવ આઠથી વધારે હોતા નથી. એવું ચારિત્ર આખા ભવચક્રમાં આઠ વખત જ હેય. તેથી વધારે વખત ન જ હોય. વધારેમાં વધારે આઠ વખત હેય.
શ્રી ગૌતમસ્વામીને હાથે ખેડૂતને બોધશ્રમણ ભગવાન્ શ્રી મહાવીરદેવે પેલા ખેડૂતને શ્રી ગૌતમસ્વામીજી પાસે ચારિત્ર અપાવ્યું. એ ખેડૂત ભગવાનને પૂર્વભવને દ્વેષી હતા, તેથી તે ખેડૂતને જીવ પોતાથી તે કઈ પણ પ્રકારે બેધિબીજ પામે તેમ નહોતું, તેથી જ તે શ્રી ગૌતમસ્વામીજી પાસે તે પમાડયુંઉપદ્રવ કરનારનું પણ કલ્યાણ કરવું એ એક જ દયેય. ભગવાનનું હતુંભક્તિ કરનાર તે પોતાના આત્માથી ભક્તિ દ્વારા ફળ પામવાને છે, ભક્તિના જોરથી ફળ મેળવવાને છે, પણ ભગવાન વિચારે છે કે “કલ્યાણને દેશક હું, ઉપદ્રવ કરનારને કે પ્રતિકૂળને તારું તે જ તારપણું ખરું ગણાય.”
ચંદનને કાપનારી કરવત, છેદનારી છીણ, બાળનારો અગ્નિ છે છતાં એ ત્રણે સુગથી થાય છે જ. તેમાં ચંદનનું જ ગૌરવ છે, ભકતે. તે ભક્તિથી તરે છે, પણ તરવા તૈયાર ન હોય. ડૂબવા જતા હોય,