________________
મૂર્તિપૂજાનું રહસ્ય
૩૫૦ દશાને કદી સારી મનાવી જ નથી. ભગવાનનું ચારિત્ર આદર્શ અને અનુકરણીય છે, પરંતુ તે ત્યાં જ અનુકરણીય છે કે જ્યાં કર્મની ક્ષયોપશમ દશાને ભાવ હોય. ભગવાનની કર્મોદયની દશામાં તેમને હાથે જે કાર્યો થએલાં હોય તે કાર્યો કે તે દશા એને આ શાસને કદી પણ અનુકરણીય માનેલ જ નથી
વર્તન એ જ ધર્મ તે પછી કથનીની જરૂર શી?
હવે તમને પ્રશ્ન એ ઊઠશે કે જે આ સ્થિતિ છે તે પછી આવી દશામાં ભગવાનની કથની અને કરણ જુદા પાડી શકાય કે નહિ ?
જૈનશાસનમાં અને અન્ય શાસનમાં જે કાંઈ તફાવત છે, ફરક છે તે અહીં જ છે. અન્ય શાસનમાં તેમના દેવની કથની અને કરણી એ બંનેમાં તફાવત છે. અને એ તફાવતથી ઊભે થતો વિરોધાભાસ ટાળવા જ તેમને કથની તે કરણના ભિન્નત્વને ભગવાનની લીલાને નામે પડદો નાંખીને ઢાંકી દેવી પડી છે. અને જૈનશાસનમાં કથની અને કરણ બંને એક અને અવિભિન્ન છે.
આ જૈનશાસનમાં કથની અને કરણ એક છે, એ જાણ્યા પછી વળી તમેને એક પ્રશ્ન ઊઠશે કે જે આ શાસનમાં કથની અને કરણી એક છે તો પછી કથનીને જુદી શા માટે પાડવામાં આવે છે ? જો કથની અને કરણે બંને એક જ છે તે તે પછી ભગવાન માત્ર કરણ કરીને જ બેસી રહે તેટલું જ પૂરતું છે, કારણ કે ભગવાનની કરણી જગત જુએ છે અને તેને જ તે અનુસરે એટલે બસ છે. પછી વળી ભગવાનને પાછું કથન શા માટે કરવું પડે છે ? ભગવાનનું વર્તન તે જ ધર્મ છે. અને એ ધર્મ પ્રત્યક્ષ હોવાથી જ ભગવાનની કથનીને પછી અવકાશ રહેવા પામતે નથી.
હવે આ વિચારમાં તમે કેવી ભ્રમણામાં કુટાવ છે તે જોઈએ ! ભગવાનનું જે વર્તન છે તે તે ધર્મ છે જ ભગવાને જે ક્ષયોપશમને અંગે કે ક્ષાચિકભાવને અંગે કર્યું છે, તે સઘળું ધર્મરૂપ છે જ. પરંતુ તેથી ભગવાનને ધર્મકથનની જરૂર જ નથી, એવું કઈ રીતે સાબિત થઈ શકતું જ નથી. તમે જાણો છો કે હંસ જે રીતે ચાલી