________________
૩૬૦
આનંદ પ્રવચન દર્શન શકે છે તે રીતે કાગડાભાઈ ચાલી શક્તા નથી. આ પ્રસંગે હંસને ધર્મ છે કે તેણે કાગડાને માટે પણ ચાલવાને માર્ગ દર્શાવો જ રહ્યો. ભગવાન શ્રી જિનેશ્વરનો માર્ગ એ હંસનો માર્ગ છે. એ હંસનો માર્ગ આપણે પ્રત્યેક જણ કદાપિ ગ્રહણ કરી શકતા જ નથી. તેથી જ ભગવાનને આપણને યોગ્ય એવું ધર્મકથન કરવાની પણ જરૂર પડી છે. અને આપણે એ માગે જ ધીમેધીમે અનુસરવાનુ છે. ભગવાન શ્રી જિનેશ્વરદે એ એટલા ઉત્કૃષ્ટ ભાવમાં આવેલા જીવો છે કે તેઓ જે પ્રમાણે વર્તે છે, તેઓ જેવી કરણ રાખે છે તેવી કરણે દરેક જ જે કદાપિ રાખી શક્યા નથી રાખી શકતા નથી. અને રાખી શકવાના પણ નથી, એટલા જ માટે ભગવાનને બાલજીવોના ઉદ્ધારને માટે ધર્મકથન કરવું પડ્યું છે. ભગવાનનું અનુકરણ કરવાની જ જે વાત આવે અને બધા બાળજીવો પણ અનુકરણ કરવા, જ મંડી જાય તે તેમની શી દશા થાય? તે જુઓ.
ભગવાન પલાંઠી વાળીને બેઠા કયારે ? ભગવાનનું છદ્મસ્થપણું ૧૨ાા વર્ષ પર્વતનું હતું. આ સાડાબાર વર્ષમાં નિદ્રાનો કાળ માત્ર બે ઘડી જેટલું જ હતું. જે ભગવાનના સઘળાં કર્મોનું પૂરેપૂરું અનુકરણ એને જ ધર્મ માનશે અને ધર્મ આચરનારને જ ધમી ગણશે તે કયે એ બાળજીવ છે કે જે માત્ર સાડાબાર વર્ષમાં માત્ર બે ઘડી જેટલું જ કાળ નિદ્રા ભોગવી શકશે? આ સાડાબાર વર્ષના કાળમાં ભગવાન શ્રી મહાવીરદેવ કદી પણ પલાંઠી વાળીને બેઠા નથી. તેમણે જ્યારે સતન તપશ્ચર્યાથી કેવળ– જ્ઞાનની પ્રાપ્તિ કરી હતી, ત્યારે જ તેઓ પલાંઠી વાળીને બેઠા હતા.
હવે જે ભગવાનની કરણ જ ધર્મ હોય તો તમારે પણ છદ્મસ્થ અવસ્થામાં પલાંઠી વાળીને બેસવાનો અવકાશ નહિ રહેવા પામશે અને છતાં જો તમે છદ્મસ્થ અવસ્થામાં પલાંઠી વાળીને બેસશે તો તમે ભગવાન શ્રી તીર્થંકરદેવના શાસનની અંદરના તેમના અનુયાયી ગણી શકાશે જ નહિ. આથી જ સહજ થાય છે કે ભગવાને જે