________________
૩૭૬
મૂર્તિપૂજાનું રહસ્ય માન્યતામાં જ ફરક છે અને જ્યાં તાવિક માન્યતામાં ફેર હોય ત્યાં સમકિત નહિ. “જે રૂપે તત્વ હોય તે રૂપે જ તત્ત્વને માને ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે અને તત્ત્વદર્શન શ્રદ્ધા વગર સંભવતું નથી.
જે તીર્થકર ભગવાને થયા છે, તેમણે ન ધર્મ બનાવ્યું છે અથવા તે ન ધર્મ પેદા કર્યો છે એમ નથી. તીર્થકર ભગવાને તે વસ્તુ માત્ર કે જે જગતમાં એક યા બીજે રૂપે દૃષ્ટિમાન હતી યા તે અદશ્ય હતી તેને સ્વભાવ જ તેમણે તે બતાવ્યો છે.
એ ઉપરથી એમ નથી સમજવાનું કે તીર્થકર ભગવાનની હસ્તી પહેલા આ સંસારમાં કોઈને પુણ્ય યા પાપ લાગતું જ ન હતું. તીર્થકર ભગવાનના થવા પહેલાં પણ મંદ કષાયવાળાઓ પુણ્ય બાંધતા હતા. કષાયથી જે પાપે થતાં, તે સર્વકાળને વિષે થતાં જ રહ્યાં હતાં, માત્ર તીર્થકર ભગવાને તે જે પાપપુણ્ય થતાં હતાં તે પાપપુણ્ય અને તે થવાનું કારણ એટલું જ માત્ર બતાવી આપ્યું હતું. પ્રકાશનું ઉદ્વાહરણ તમારે બરાબર લાગુ પાડવાનું છે. મનુષ્ય આંખે ઉઘાડે છે, ત્યારે તે પ્રકાશને દેખે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે આંખ નથી ઉઘાડતે તે પહેલાં પ્રકાશ તે નથી. ચા તે પહેલાં પ્રકાશ, પ્રકાશનું કામ જ કરતું નથી. પ્રકાશનું કાર્ય જેમ સંસારને વસ્તુઓ દેખાડવાનું છે, તે જ પ્રમાણે તીર્થંકરદેવેનું કામ આ સંસારમાં પાપપુણ્ય અને તે થવાનાં કારણેને દર્શાવવાનું જ છે.
આ જ કારણથી ધર્મ, દેશ કે તીર્થને પ્રવર્તાવનાર તરીકે તીર્થકર ભગવાનને ગણ્યા છે, પરંતુ તેમને ઉત્પાદક તરીકે ગણ્યા નથી ધર્મ એ જગતને સ્વભાવ છે. જૈન ધર્મ એ જેડી કાઢેલી નવલકથા નથી, પરંતુ જેમ દર્પણમાં પદાર્થ જેવો હોય તે જ દેખાય છે, તે જ પ્રમાણે જગતને જે સ્વભાવ છે તે જ સ્પષ્ટ રીતે જૈનશાસનમાં પડેલે છે. ધર્મ એ જગતને સ્વભાવ જ હેવાથી એ સ્વભાવમાં તીર્થકર ભગવાનેથી પણ ફેરફાર થઈ શકતો નથી.
આપણે દ્રવ્યાદિને આશ્રયીને ફેરફાર કરી શકીએ છીએ, પરંતુ ત્યાં પણ ધર્મ બતાવાને માટે, પલટાવવાને માટે નહિ. ભગવાન મહાવીર