________________
१४
આનંદ પ્રવચન દર્શન એટલે મલીનતા. એને અર્થ એ થયો કે એમને આદર્શ શુદ્ધતા 'નિર્મળતાને નહિ, પરંતુ મલિનતાને જ કરે છે. અને પોતાના ઈશ્વરને નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ અને તિ રૂપ તે માને છે, તે પછી - સવાલ એ થાય છે કે એની મૂતિ કઈ અને શી રીતે હોઈ શકે ?
હવે બીજી તરફ કેઈ આપણને પણ એવો જ પ્રશ્ન પૂછી શકે છે કે આપણે પણ સિદ્ધ મહારાજાઓને તો નિરંજન, નિરાકાર, શુદ્ધ, બુદ્ધ, મુક્ત અને જ્ઞાનસ્વરૂપ માનીએ જ છીએ, તે પછી એવા નિરંજન, નિરાકાર ભગવાનની પ્રતિમા આપણે શા માટે બનાવીએ છીએ?
આ પ્રશ્નને જવાબ એ છે કે આપણે જે પ્રતિમાઓ બનાવીએ છીએ તે પ્રતિમાઓ મુક્ત એવા સિદ્ધ ભગવાનની સિદ્ધાવસ્થાની હતી • નથી, પરંતુ સિદ્ધો જે દેહમાં સિદ્ધ થાય છે તે દેહની–તે મનુષ્યપણાની
જ પ્રતિમા આપણે બનાવીએ છીએ અને તેથી જ આપણી પ્રતિમાની કલ્પના એ વાસ્તવિક છે.
મતિ કઈ અવરથાની હેય? જૈનશાસન જે તીર્થકરોની મૂર્તિને માને છે તે મૂર્તિના સંબંધમાં પણ યાદ રાખવાની જરૂર છે કે એ મૂતિએ તીર્થકરપણાની અથવા તે બીજી અવસ્થાની મૂર્તિઓ નથી, અરિહંત મહારાજાઓની પણ અરિહંતાવસ્થા, કેવળી અવસ્થા અથવા તે તીર્થંકરપણાની મૂતિ • બનાવવામાં આવતી જ નથી, પરંતુ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ વખતે
તીર્થકર ભગાનની જે સ્થિતિ હોય તે જ સ્થિતિની મૂતિઓ - બનાવવામાં આવે છે. ભગવાન શ્રી તીર્થકરદે જ્યારે કેવળી– - પણામાં હોય છે, ત્યારે ઊભા રહે છે, બેસે છે, દેવજીંદામાં તેઓ - શરીર પણ લાંબું કરે છે, વળી તીર્થકર ભગવાને સિંહાસન પર બેસે
છે ત્યારે પગ પાદપીઠ પર રાખે છે. વળી તેઓ શ્રી સમવસરણમાં 'બિરાજે છે, ત્યારે તે પર્યકાસને નથી બેસતા પણ ખુરસી ઉપર બેસીએ , , અને પગ નીચે મૂકીએ તે વખતે જેવું આસન હેય તેવું આસન
શ્રીમાન તીર્થકર દેનું સમવસરણમાં હોય છે તે વખતે તેઓ -પાદપીઠ પર પગ થાપીને બેસે છે. ભગવાન શ્રી તીર્થકરદેવના શરીર