Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩/૧૮૫
33
[૧૮૫] જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ વિહાર કરતા પોતાના માથાને ઢાંકે કે ઢાંક્નારને અનુમોદે.
[૧૮૬] જે સાધુ-સાધ્વી શણ ઉન કે સુતર કે તેવા પદાર્થમાંથી વશીકરણનો દોરો બનાવે કે બનાવનારની અનુમોદના કરે.
[૧૮૭] જે સાધુ-સાધ્વી ઘરમાં, ઘરના મુળ સ્થાનમાં, ઘરના પ્રમુખદ્વાર સ્થાનમાં, ઘરના ઉપદ્વાર સ્થાનમાં, દ્વારના મધ્ય સ્થાનમાં, ઘરના આંગણામાં, ઘરની પરિશેષ ભૂમિમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે.
[૧૮૮] જે સાધુ-સાધ્વી મૃતગૃહમાં, મૃતઘ્ની રાખવાળા સ્થાનમાં મૃતક્ના સ્તૂપ ઉપર, મૃતક્ના આશ્રય સ્થાને, મૃતક્ના લયનમાં, મૃતની સ્થળભૂમિમાં કે સ્મશાનની ચોતરફ મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે.
[૧૮૯] જે સાધુ-સાધ્વી કોલસા બનાવવાના સ્થાને, ક્ષારાદિ બનાવવાના સ્થાને, પશુને ડામ દેવાના સ્થાને, ઘાસ સળગાવવાના સ્થાને, ભૂસું સળગાવવાના સ્થાને, મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૯૦] જે સાધુ-સાધ્વી નવી હળ ચલાવેલ ભૂમિમાં, નવી માટીની ખાણમાં, જ્યાં લોકો મળ-મૂત્રાદિ તજતાં હોય કે ન તજતાં હોય ત્યાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૧૯૧] જે સાધુ-સાધ્વી ઘણાં કાદવ કે ઓછા પાણીવાળા સ્થાનમાં, કીચડના સ્થાનમાં કે ફૂગવાળા સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારની અનુમોદના રે.
[૧૯૨] જે સાધુ-સાધ્વી ગૂલર, વડ, પીપળાદિના ફળ સંગ્રહ વાના સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૧૯૩] જે સાધુ-સાધ્વી પાંદડાવાળી ભાજી, બીજા શાક, મૂળ, કોથમીર, વનસ્પતી, કોસ્તુભ, જીરુ, દમનક, મરુક વનસ્પતિ વિશેષતા સંગ્રહ સ્થાને કે ઉત્પન્ન થનાર વાડીમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૯૪] જે સાધુ-સાધ્વી શેરડી, ચોખા, સુંભ કે ક્પાસના ખેતરમાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૧૯૫] જે સાધુ-સાધ્વી અશોક-સપ્તપર્ણ-ચંપક-આમના વનમાં કે બીજા કોઈ વનમાં જે પુત્ર, પુષ્પ, ફળ, બીજ આદિથી યુક્ત હોય ત્યાં મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે.
[૧૯૬] જે સાધુ-સાધ્વી રાત્રે કે વિકાલે મળ-મૂત્ર સ્થાપન કરીને સૂર્યોદય પહેલા પરઠવે કે પરઠવનારને અનુમોદે.
ઉક્ત કોઈપણ દોષ સેવનારને માસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત કહે છે.
નિશીથસૂત્ર-ઉદ્દેશા-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂત્રાનુવાદ પૂર્ણ
29 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org