Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
નિશીથછેદસૂત્ર - સૂત્રાનુવાદ
[૧૩૪૬] જે સાધુ-સાધ્વી અસ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય કરે છે અથવા સ્વાધ્યાય નારની અનુમોદના કરે છે.
[૧૩૪૭] જે સાધુ-સાધ્વી પોતાના શારીરિક અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરે છે કે સ્વાધ્યાય કરનારની અનુમોદના કરે છે.
[૧૩૪૮] જે સાધુ-સાધ્વી પહેલાં વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપ્યા સિવાય પછી વાંચના દેવા યોગ્ય સૂત્રોની વાંચના આપે છે અથવા તેવી વાંચના આપનારને અનુમોદે છે.
[૧૩૪૯] જે સાધુ-સાધ્વી “નવબ્રહ્મચર્ય’” અધ્યયન નામક પહેલાં શ્રુતસ્કંધની વાંચના આપ્યા વિના ઉત્તમ શ્રુતની વાંચના આપે છે અર્થાત્ આચારાંગના પહેલાં શ્રુતસ્કંધની વાંચના આપ્યા સિવાય સીધી જ છેદસૂત્ર કે દૃષ્ટિવાદની વાંચના આપે કે આપનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૫૦] જે સાધુ-સાધ્વી અપાત્ર-અયોગ્યને વાંચના આપે છે અથવા વાંચના આપનારને અનુમોદે છે.
.
[૧૩૫૧] જે સાધુ-સાધ્વી પાત્ર-યોગ્યને વાંચના ન આપે અથવા વાંચના આપનારને અનુમોદે.
[૧૩૫૨] જે સાધુ-સાધ્વી અપ્રાપ્ત-અવિનિતને વાંચના આપે છે અથવા વાંચના આપનારને અનુમોદે છે.
[૧૩૫૩] જે સાધુ-સાધ્વી પ્રાપ્ત-વિનિતને વાંચના ન આપે અથવા ન આપનારની અનુમોદના કરે.
[૧૩૫૪] જે સાધુ-સાધ્વી અવ્યક્ત-૧૬ વર્ષનો ન થયો હોય તેવાને વાંચના આપે કે આપનારને અનુમોદે.
[૧૩૫૫] જે સાધુ-સાધ્વી વ્યક્ત-૧૬ વર્ષની ઉંમરનાને વાચના ન આપે કે ન આપનારને અનુમોદે.
[૧૩૫૬] જે સાધુ-સાધ્વી બે સમાન યોગ્યતાવાળા હોય તેવા શિષ્યોમાં એક ને શિક્ષિત કરે છે અને એક્ને શિક્ષિત કરતાં નથી. એને વાચના આપે છે અને એને વાચના આપતા નથી. આવું સ્વયં રે યાવત્ નારને અનુમોદે.
[૧૩૫૭] જે સાધુ-સાધ્વી, આચાર્ય અને ઉપાધ્યાયે આપ્યા વિના વાચના લે છે અથવા લેનારાનું અનુમોદન રે.
[૧૩૫૮] જે સાધુ પાર્શ્વસ્થને વાચના આપે છે અથવા વાચના આપનારને અનુમોદે છે. [૧૩૫૯] જે સાધુ પાર્શ્વસ્થ પાસેથી વાચના લે કે વાચના લેનારની અનુમોદના કરે. [૧૩૬૦] જે સાધુ અવસન્ન ને વાચના આપે છે અથવા વાચના આપનારને અનુમોદે છે.
[૧૩૬૧] જે સાધુ અવસન્ન પાસેથી વાચના લે છે અથવા વાચના લેનારને અનુમોદે છે.
[૧૩૬૨] જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થને વાચના આપે છે અથવા આપનારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org