Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 204
________________ ગાકા ૨૦૩ પ્રાયશ્ચિત્ત આપવું. ક્ષેત્ર-રૂક્ષ, સ્નિગ્ધ કે સાધારણ છે. તે જાણીને રૂક્ષમાં ઓછું, સાધારણમાં જે પ્રમાણે જીત વ્યવહારમાં કહ્યું તેમ અને સ્નિગ્ધમાં અધિક પ્રાયશ્ચિત્ત આપવું. એ પ્રમાણે ત્રણે નળમાં ત્રણ પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવું. ઉનાળો રૂક્ષમળ છે, શિયાળો સાધારણ કાળ છે. ચોમાસું સ્નિગ્ધ કાળ છે. તિથી ઉનાળામાં ક્રમથી જધન્ય એક ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ તપ પ્રાયશ્ચિત્ત આવે. શિયાળામાં કમથી જધન્યથી છઠ્ઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે. ચોમાસામાં ક્રમશઃ જધન્યથી અઠ્ઠમ, મધ્યમથી ચાર ઉપવાસ અને ઉત્કૃષ્ટથી પાંચ ઉપવાસ પ્રાયશ્ચિત્ત આવે. સૂત્ર વ્યવહારમાં ઉપદેશ અનુસાર આ પ્રમાણે નવ પ્રકારે વ્યવહાર કરવામાં આવે છે. તે જાણ [૬૮] નિરોગી અને ગ્લાન એવા ભાવો જાણીને નિરોગીને કંઈક અધિક પ્રાયશ્ચિત્ત આપવું. – ગ્લાનને કંઈક ઓછું પ્રાયશ્ચિત્ત આપવું. – જેની જેટલી શક્તિ હોય, તેને તેટલું પ્રાયશ્ચિત્ત આપવું. – દ્રવ્ય, ક્ષેત્ર, ભાવની જેમ કાળને પણ લક્ષમાં લેવો. ૯િ થી ૨] એ ચાર સૂત્રોથી સંયુક્ત અર્થ આ પ્રમાણે • પુરુષોમાં કોઈ ગીતાર્થ હોય, કોઈ અગીતાર્થ હોય. – કોઈ સહનશીલ હોય, કોઈ અસહનશીલ પણ હોય. – કોઈ બાજુ હોય અને કોઈ માયાવી પણ હોય. - કેટલાંક શ્રદ્ધા પરિણામી હોય, કેટલાંક અપરિણામી હોય તો કેટલાંક અપવાદને જ આચરનારા એવા અતિ પરિણામી હોય. – ટલાંક વૃતિ-સંઘયણ અને ઉભયથી સંપન્ન હોય તો કેટલાંક તેનાથી હીન પણ હોય. – કેટલાંક તપ શક્તિાવાળા હોય, કેટલાંક વૈયાવચ્ચી હોય તો કેટલાંક બંને શક્તિવાળા હોય. - કેટલાંક વળી એક પણ શક્તિ વગરના હોય તો કેટલાંક અન્ય પ્રકારનાં જ હોય. - આલાદિ લપસ્થિત, પરિણત, જ્વજોગી, કુશળ અથવા અલ્પસ્થિત, અાજોગી, અપરિણત, અકુશળ, એ પ્રમાણે બંને પ્રકારના પુરુષો હોય છે. – એ જ પ્રમાણે કલ્પસ્થિત પણ ગચ્છવાસી અથવા જિનકભી બંનેમાંથી કોઈ હોઈ શકે. આ સર્વે પુરુષોમાં જેની જેટલી શક્તિ અને ગુણ વધારે હોય તેને અધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210