Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
રૂપ
૧૫
તેઓના શરીરને બાળે, તન્વેત નેત્ર આદિના દોરડાથી ચાલુક્યી છિવાડાથી, જાડી વેલથી મારી મારીને બંને પડખાના ચામડાં ઉખેડી નાંખે, દંડ, મૂંડી, પત્થર, ખપરથી તેમના શરીરને ફૂટ – પીસે.
આવા પ્રકારના પુરુષવર્ગ સાથે રહેવાવાળા મનુષ્ય દુખી રહે છે. દૂર રહે તો પ્રસન્ન રહે છે. આ પ્રકારનો પુરુષ વર્ગ હંમેશાં ડંડો સાથે રાખે છે, અને કોઇનો થોડો પણ અપરાધ થાય તો અધિકાધિક દંડ દેવાનો વિચાર કરે છે. દંડને આગળ રાખીને જ વાત કે છે. આવો પુરુષ આલોક અને પરલોક બંનેમાં પોતાનું અહિત કરે છે. આવા લોકો બીજાને દુઃખી કરે છે. શોક સંતપ્ત રે છે, ઝરાવે છે, સતાવે છે, પીડા આપે છે, પીટે છે, પરિતાપ પહોંચાડે છે. એ રીતે વધ, બંધ, ફ્લેશાદિ પહોંચાડવામાં જોડાયેલા રહે છે.
આ જ પ્રકારે તે સ્ત્રી સંબંધી કામભોગોમાં મૂર્શિત, વૃદ્ધ, આસક્ત અને પંચેન્દ્રિયોના વિષયમાં ડૂબેલો રહે છે.
એ રીતે તે ચાર, પાંચ, છ યાવત દશ વર્ષ કે તેથી ઓછો વધારે કાળ કામભોગ ભોગવીને વૈર ભાવોના બધાં સ્થાનો સેવી ઘણાં અશુભ કર્મો એકઠાં રીને, જેવી રીતે લોઢા કે પત્થરનો ગોળો પાણીમાં ફેંક્તા જળતલનું અતિક્રમણ કરીને નીચે તળીયે પહોંચી જાય તે રીતે આ પ્રકારનો પુરુષવર્ગ વજ્ર જેવા ઘણાં પાપ
ક્લેશ, કાદવ, વૈર, દંભ, માયા પ્રપંચ, આશાતના, અયશ, અપ્રીતિવાળો થઇને પ્રાયઃ બસપાણીનો ઘાત તો મૃત્યુ પામી ભૂમિતળનું અતિક્રમણ કરી નીચે નરભૂમિમાં સ્થાન પામે છે.
તે નરક અંદરથી ગોળ અને બહારથી ચોરસ છે. નીચે છરા-અતરાના આકારવાળી છે. નિત્ય ઘોર અંધકારથી વ્યાપી છે. ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્રાદિ જ્યોતિષ્કની પ્રભાથી રહિત છે.
તે નરકોની ભૂમિ ચરબી, માંસ, લોહી, પરના સમૂહ જેવા કીચડથી લેપાયેલી છે. મળ મૂત્રાદિ અશુદ્ધિ પદાર્થોથી ભરેલી છે. અને પરમ દુર્ગન્ધમય છે. કાળી કે ક્યોત વર્ણવાળી, અગ્નિના વર્ણની આભાવાળી છે, ર્કશ સ્પરશવાળી હોવાથી અસહ્ય છે. અશુભ હોવાથી ત્યાં અશુભ વેદના હોય છે. નિદ્રા લઈ શક્તા નથી.
તે નારકી જીવો, તે નરકમાં અશુભ વેદનાનો પ્રતિ સમય અનુભવ તાં વિચરે છે. જેવી રીતે પર્વતના અગ્રભાગે ઉત્પન્ન થયેલ વૃક્ષ, મૂળ ભાગ ક્યારથી ઉપરનો ભાગ ભારે થતાં જ્યાં નીચું સ્થાન છે, જ્યાં દુર્ગમ પ્રવેશ છે કે વિષમ સ્થળ છે. ત્યાં જ પડે છે, તે જ રીતે ઉપર હ્યા મુજબના મિથ્યાત્વી, ઘોર પાપી પુરુષ વર્ગ એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં, એક જન્મમાંથી બીજા જન્મમાં, એક મરણમાંથી બીજા મરણમાં, એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. તે દક્ષિણ દિશાવતી ઘોર નરક્યાં જાય છે.
તે કૃષ્ણપાક્ષિક નારી ભાવિમાં દુર્બલ બોધિ થાય છે. આ પ્રકારનો જીવ અક્રિયાવાદી છે. [૬] તે કિયાવાદી કોણ છે ? તે ક્રિયાવાદી આવા પ્રકારનો છે જે આસ્તિક્નાદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org