Book Title: Agam Satik Part 29 Nisith Aadi Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩/૧૫૨
39
[૧૫૨] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપીને પરુ કે લોહી ઢે અથવા શોધન કરે, આમાંનું કંઈ પણ કરનારને અનુમોદે.
[૧૫૩] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી પડે કે લોહી કાઢી તેને શીતલ કે ઉષ્ણ અચિત્ત પાણીથી એક વાર કે વારંવાર ધ્રુવે કે ધોનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૫૪] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી ધોઈને કોઈ પણ પ્રકારનો લેપ એક્વાર લગાવે કે વારંવાર લગાવે અથવા લગાડનારને અનુમોદે.
[૧૫૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ, લેપ લગાડી, તેલ-ઘી-ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ કરે કે કરનારને અનુમોદે.
[૧૫૬] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ કોઈ પણ પ્રકારનો લેપ લગાડી, તેલ-ઘી-ચરબી કે માખણથી માલીશ કરીને કોઈ સુગંધી પદાર્થ વડે એક વાર કે વારંવાર સુગંધિત રે કે સુગંધિત કરનારની અનુમોદના રે.
[૧૫] જે સાધુ-સાધ્વી પોતાના અપાનદ્વારની કૃમિઓ અને કુક્ષિની કૃમિઓને આંગળી નાંખી-નાંખીને કાઢે છે અથવા તેમ કાઢનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત, [૧૫૮] જે સાધુ-સાધ્વી પોતાના વધેલા નખના અગ્રભાગને કાપે, શોભા વધારવા સંસ્કારે કે તેમ કરનારને અનુમોદે.
[૧૫૯] જે સાધુ-સાધ્વી પોતાના વધેલા જંઘાના વાળને કાપે કે સંસ્કારે કે તેમ નારની અનુમોદના કરે.
[૧૬૦] જે સાધુ-સાધ્વી પોતાના ગુહ્ય ભાગના વાળને કાપે, સંસ્કારે કે તેમ કરનારની અનુમોદના કરે.
[૧૬૧] જે સાધુ-સાધ્વી પોતાના પેટ-છાતી-પીઠ ભાગના વાળને કાપે, સંસ્કારે અથવા તેમ નારની અનુમોદના કરે.
[૧૬૨] જે સાધુ-સાધ્વી પોતાની આંખના વાળને કાપે કે સંસ્કારે અથવા તેમ નારને અનુમોદે.
[૧૬૩] જે સાધુ-સાધ્વી પોતાની વધેલી દાઢી-મુંછાદિને કાપે છે કે સંસ્કારે છે અથવા તેમ નારને અનુમોદે.
[૧૬૪] જે સાધુ-સાધ્વી પોતાના દાંત એક વાર કે અનેક વાર મંજનાદિથી ઘસે કે ઘસનારની અનુમોદના કરે.
[૧૯૫] જે સાધુ-સાધ્વી પોતાના દાંત શીતળ કે ઉષ્ણ અચિત્ત જળથી એક વખત કે વારંવાર ધ્રુવે કે ધોનારને અનુમોદે.
[૧૬] જે સાધુ-સાધ્વી પોતાના દાંત રંગે કે ચમકાવે કે રંગનાર, ચમકાવનારની અનુમોદના રે.
જે પ્રમાણે પગના ચાલાવામાં છ સૂત્રો કહ્યા, તે પ્રમાણે અહીં હોઠના ચાલાવામાં સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org