Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
હરિભદ્રજી પછી આચાર્ય શીલાંકસૂરિએ ૧૦ મી શતાબ્દીમાં આચારાંગ અને સૂત્રકૃતાંગની ટીકાઓની રચના કરી. શીલાંકાચાર્ય બાદ પ્રસિદ્ધ ટીકાકાર આચાર્ય શાંતિજી થયાં તેઓએ ઉત્તરાધ્યયનની બૃહદ ટીકા લખી છે. ત્યાર બાદ શીલાંકાચાર્યના શિષ્ય ટીકાકાર અભયદેવ આચાર્ય થયા, તેઓએ નવ અંગસૂત્ર પર સંસ્કૃત ભાષામાં ટીકાઓની રચના કરી. તેઓશ્રીનો જન્મ (સમય) વિક્રમ સંવત ૧૦૭૨ માં થયો અને સ્વર્ગવાસ વિક્રમ સં. ૧૧૩૫ માં થયો. આ બન્ને ટીકાકારોએ પૂર્વ ટીકાઓનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે તોપણ પોતાના તરફથી કોઈ કોઈ સ્થાને નવી દાર્શનિક શૈલીમાં ચર્ચા પણ કરી છે. અહીં માલધારી હેમચંદ્રજીનું નામ પણ ઉલ્લેખનીય છે. તેઓ ૧૨ મી શતાબ્દીના મહાન વિદ્વાન સંત કહેવાતા હતા. આગમોના સંસ્કૃત ટીકાકારોમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન આચાર્ય મલયગિરિનું છે. પ્રાંજલ(સરળ અને સુંદર) ભાષામાં દાર્શનિક ચર્ચાઓથી પરિપૂર્ણ ટીકા જોવી હોય તો મલયગિરિની જ ટીકા જોવી જોઈએ. તેઓશ્રીની ટીકાઓનું વાંચન કરવાથી શુદ્ધ દાર્શનિક ગ્રંથ વાંચવાનો આનંદ આવે છે. જૈન–શાસ્ત્રના ધર્મ, આચાર, પ્રમાણ, નય અને નિક્ષેપ આદિ વિષયો સિવાય ભૂગોળ અને ખગોળ આદિ વિષયમાં પણ તેઓશ્રીની કલમ એટલી ધારાવાહી ચાલે કે વિષયોને પૂર્ણ સ્પષ્ટ કરીને જ રાખે. તે વિષયમાં બીજુ કંઈ જોવાની આવશ્યકતા રહેતી નથી. તેઓશ્રી આચાર્ય હેમચંદ્રના સમકાલીન હતા. માટે તેનો સમય નિશ્ચિત રૂપે બારમી શતાબ્દીનો ઉતરાદ્ધ અને ૧૩ મી શતાબ્દીનો પ્રારંભ મનાય છે.
સંસ્કૃત પ્રાકૃત ટીકાઓનું પરિમાણ બહુ મોટું હોવાને કારણે અને વિષયોની ચર્ચાઓ ગહન ગંભીર હોવાને કારણે આગમોનો શબ્દાર્થ કરનારી સંક્ષિપ્ત ટીકાઓની આવશ્યકતા થઈ. માટે તત્કાલીન ભાષામાં બાલાવબોધની ટીકા ટબ્બાઓની રચના થઈ.
આગમ સાહિત્યની આ બહુ સંક્ષિપ્ત રૂપરેખા અહીં પ્રસ્તુત કરી છે. એથી અધ્યયનશીલ અધ્યેતા આગમોના ઐતિહાસિક મૂલ્ય તેમજ મહત્વને સારી રીતે પોતાની બુદ્ધિ વડે ત્રાજવામાં તોળી શકે.નિશ્ચય રૂપથી કહી શકાય છે કે આગમ કાલીન દાર્શનિક તથ્થોને સમજવા માટે મૂળ આગમથી લઈને સંસ્કૃત ટીકા પર્યત સમસ્ત સાહિત્યના અધ્યયનની નિતાંત આવશ્યકતા છે. જ્ઞાન પ્રમાણ-વિચાર :
જૈન આગમોમાં જ્ઞાન અને પ્રમાણનું વર્ણન અનેક પ્રકારથી છે તેમજ અનેક
41