Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૮૮]
શ્રી નંદી સૂત્ર
નાખે તો તે નષ્ટ થઈ જાય અર્થાત્ શોષાઈ જાય છે. પછી બીજીવાર, ત્રીજીવાર એ રીતે કેટલાક ટીપાંઓ નાખે તો પણ નષ્ટ થઈ જાય. એમ નિરંતર એમાં પાણીના ટીપાં નાંખતા જ રહે તો પાણીનું કોઈક ટીપું તે શકોરાને ભીનું કરશે. ત્યાર બાદ કેટલાંક ટીપાંઓ એ શકોરામાં એકઠા થશે અને ધીરે ધીરે તે પાણીનાં ટીપાઓ એ શકોરાને પાણીથી ભરી દેશે. પછી કેટલાંક ટીપાંઓ શકોરાની બહાર નીકળી જશે.
એ જ રીતે વ્યંજન પણ અનંત પુદ્ગલોથી ક્રમશઃ પૂરાઈ જાય છે અર્થાત્ જ્યારે શબ્દના પુદ્ગલ દ્રવ્ય શ્રોત્રમાં જઈ પરિણત થઈ જાય છે ત્યારે તે પુરુષ હું એવું બોલે છે, પરંતુ એ નથી જાણતો કે આ કઈ વ્યક્તિનો શબ્દ છે? ત્યાર બાદ તે ઈહામાં પ્રવેશ કરે છે ત્યારે તે જાણે છે કે આ અમુક વ્યક્તિનો શબ્દ હોવો જોઈએ ? ત્યાર બાદ એ અવાયમાં પ્રવેશ કરે છે ત્યારે તેને શબ્દનું જ્ઞાન(નિર્ણય) થાય છે કે આ અમુક વ્યક્તિનો જ શબ્દ છે. ત્યાર પછી તે ધારણામાં પ્રવેશ કરે છે અને સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી તેને ધારણ કરીને રાખે છે.
વિવેચન :
આ સૂત્રમાં પૂર્વોક્ત પ્રતિબોધક દાંતમાં કહેલવિષયની પુષ્ટિ માટે જગત પ્રસિદ્ધ એક વ્યવહારિક દષ્ટાંત આપીને વિષયને સ્પષ્ટ કરેલ છે. કોઈ પુરુષે કુંભારના નિંભાડામાં શુદ્ધ માટી વડે પકાવેલ એક કોરા શકોરાને લીધું. પછી તેણે પોતાના નિવાસ સ્થાનમાં આવીને તે શકોરામાં પાણીનું એક ટીપું નાંખ્યું કે તરત જ તેમાં સમાઈ ગયું. બીજીવાર, ત્રીજીવાર એમ અનેકવાર પાણીના ટીપાં નાખ્યા તે પણ લુપ્ત થઈ ગયા. એ જ ક્રમથી પાણીનાં ટીપાં નાંખતા નાંખતા તે શકોરું સમયાંતરમાં સું–શું એવો અવ્યક્ત શબ્દ કરે છે. જેમ જેમ તે ભીનું થતું જાય તેમ તેમ પ્રક્ષિપ્ત ટીપાઓ તેમાં જમા થવા લાગે છે. ધીરે ધીરે શકોરું પાણીથી ભરાઈ જાય છે. ત્યાર બાદ પાણીનાં ટીપાઓ શકોરાની બહાર ઉભરાઈ જાય છે. આ ઉદાહરણથી વ્યંજનાવગ્રહનું સ્વરૂપ સમજાવવામાં આવે છે.
કોઈ એક સુષુપ્ત વ્યક્તિની શ્રોત્રેન્દ્રિયમાં ક્ષયોપશમની મંદતા અથવા અભ્યસ્ત દશામાં કે અનુપયુક્ત અવસ્થામાં સમયે સમયે શબ્દ પુગલો સ્પર્શ પામે છે. ત્યારે અસંખ્યાત સમયમાં તેને સુમ(થોડુંક) અવ્યક્ત જ્ઞાન થાય છે. તેને જ વ્યંજનાવગ્રહ કહે છે. તાત્પર્ય એ છે– જ્યારે શ્રોત્રેન્દ્રિય શબ્દ પુદ્ગલોથી પરિવ્યાપ્ત થઈ જાય છે ત્યારે તે સૂતેલી વ્યક્તિ "હું" શબ્દનું ઉચ્ચારણ કરે છે. એ સમયે તે સૂતેલી વ્યક્તિ જાતિ, સ્વરૂપ, દ્રવ્ય, ગુણ ઈત્યાદિ વિશેષ કલ્પનાથી રહિત સામાન્ય માત્રને જ ગ્રહણ કરે છે. હું શબ્દનું ઉચ્ચારણ કરે તેની પહેલા અવ્યક્ત જે જ્ઞાન થાય તેને વ્યંજનાવગ્રહ કહે છે. હુંકાર પણ શબ્દ પગલો અથડાયા વિના નીકળતો નથી અને ક્યારેક તો હુંકાર કરવા છતાં તેને ભાન નથી હોતું કે મેં હોંકારો આપ્યો છે પરંતુ વારંવાર વ્યક્તિને સંબોધિત કરવાથી તેની નિદ્રામાં કંઈક ભંગ થાય અને અંગ મરડતો હોય તે સમયે પણ શબ્દ પુદ્ગલો અથડાય ત્યાં સુધી અવગ્રહ જ કહેવાય છે.
ત્યાર બાદ તે માણસ વિચારે છે કે આ શબ્દ કોનો હશે? મને કોણે બોલાવ્યો હશે? મને કોણે જગાડ્યો હશે? ત્યાં સુધી પહોંચે તેને ઈહા કહે છે. સાંભળેલ શબ્દને ચોક્કસ કરવા માટે નિશ્ચયની કોટી