Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૯૬ |
શ્રી નદી સૂત્ર
ભૂગોળ અને ખગોળનો છે. ભગવાન ઋષભદેવ અને ભરત ચક્રવર્તીનો ઈતિહાસ પણ તેમાં વર્ણિત છે. ઉદેશક - અધ્યયન, શતક, પદ અને સ્થાનના ઉપવિભાગને ઉદ્દેશક કહેવાય છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી, સ્થાનાંગ, દશવૈકાલિક, પ્રજ્ઞાપના સૂત્ર અને જીવાભિગમ આ સૂત્રોમાં ઉપવિભાગ રૂપે ઉદ્દેશકો મળે છે. વ્યવહારસૂત્ર, બૃહત્કલ્પ, નિશીથ આ ત્રણે સૂત્રોમાં અધ્યયનના સ્થાને ઉદ્દેશકનો પ્રયોગ કરેલ છે. અધ્યયન – જેનાગોમાં અધ્યાયનો પ્રયોગ નથી પરંતુ અધ્યયનનો પ્રયોગ કર્યો છે અને તે અધ્યયનોનાં નામ નિર્દેશ પણ કરેલ છે. તે અધ્યયનોનાં નામથી જ જાણી શકાય છે કે આ અધ્યયનમાં અમુક વિષયનું વર્ણન છે. આચારાંગ, સૂત્રકૃતાંગ, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, વિપાક, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આવશ્યક અને ઉપાંગ સૂત્ર(નિરયાવલિકા આદિ સૂત્ર) આ દરેકમાં આગમકારોએ અધ્યયનનો પ્રયોગ કર્યો છે.
નંદી સૂત્રમાં શ્રુતસ્કંધ, વર્ગ, પ્રતિપત્તિ, પદ, શતક, સ્થાન, પ્રાભૃત, સમવાય, વક્ષસ્કાર અને ઉદ્દેશકનું કથન નથી. માત્ર એક અધ્યયન રૂપ છે.જેમાં કેટલાય પ્રકરણો છે એમ માની શકાય છે. પરંતુ નંદીના સૂત્રકાર શ્રી દેવવાચકે આ સૂત્રમાં કોઈ વિભાગ પાડેલ નથી. સાહિત્ય :
સાહિત્ય કોને કહેવાય? ઉત્તર- જે પ્રાણીમાત્રને હિતકારી અને પ્રિયકારી હોય તેને સાહિત્ય કહેવાય. સમસ્ત દેશના સર્વ ગદ્ય, પદ્ય, ગ્રંથો, લેખો આદિના સમૂહને સાહિત્ય કહેવાય છે. સર્વ ભાષા અને સર્વ લિપિઓનો સમાવેશ સાહિત્યમાં થઈ જાય છે. સાહિત્ય ભાવોનું સંકલન કરવામાં એક મુખ્ય સાધન છે. ભાષા, વ્યવહાર, વાર્તાલાપ, વ્યાખ્યાન, શિક્ષા, લેખ, પુસ્તક, ચિત્ર, પત્ર આદિ દરેક સાહિત્યના જ અંગ છે. સાહિત્યના વિવિધ રૂપ છે. કરુણ સાહિત્ય વાંચવાથી લોકો શોકાતુર થઈ જાય છે, પૈર્ય તૂટી જાય છે. પ્રેમ સાહિત્યથી બીજાઓ પ્રત્યે અનુરાગ અને વાત્સલ્યભાવ જાગૃત થાય છે. શાંતિ સાહિત્યથી લોકો શાંતિના પૂજારી થઈ જાય છે. નોક ઝોક સાહિત્યથી હસવાનું થાય છે. જ્યારે આગમ સાહિત્યથી જીવને અહિંસા, સત્ય, અસ્તેય, સદાચાર, અપરિગ્રહ, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર, સંવર, નિર્જરા, ન્યાય, નીતિ અને બંધનથી મુક્તિ આદિ સગુણો તરફ જવાની પ્રેરણા મળે છે. આગમશાસ્ત્ર સાહિત્ય જગતમાં મૂર્ધન્ય સ્થાન ધરાવે છે. આગમ સાહિત્ય દરેક પ્રાણીઓને અમર બનાવનાર, જીવનને મંગલમય બનાવનાર તેમજ આત્મામાં આનંદની અભિવૃદ્ધિ કરાવનાર છે. તેનાથી મોહરૂપ નિદ્રા દૂર થાય છે, અજ્ઞાનરૂપ અંધકાર સદા માટે લુપ્ત થઈ જાય છે. તેનું અધ્યયન કરવાથી સદા શાંતિનો અનુભવ પ્રાપ્ત થાય છે. નંદી સૂત્ર પણ સાહિત્યના જગતમાં આગવું સ્થાન ધરાવે છે. પરિશિષ્ટ-૫
અર્ધમાગધી ભાષા
આગમની ભાષા અનાદિકાળથી અર્ધમાગધી છે. પરંપરા પ્રમાણે ઔપપાતિક સુત્રમાં દર્શાવ્યા પ્રમાણે તીર્થકર અર્ધમાગધી ભાષામાં પ્રવચન આપે છે. તીર્થકર દરેક ભાષાના પરિજ્ઞાતા હોય છે અને દરેક ભાષા બોલી શકે છે. અર્ધમાગધી ભાષા સરસ, સુકોમળ અને સર્વોત્તમ છે. તીર્થંકર પ્રભુના વચન તો