Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 363
________________ | શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતાનો | ૩૦૩ | ૦ x ૨૪૦ ૨૪૦ x x x x x x x x ૧૪ x] ૩૬૦ 0 લાખ ૧ કરોડમાં એક ઓછું ૧ કરોડ, ૬ પદ ૩૨૦ ૨૬ કરોડ ૪૦૦ ૧ કરોડ, ૮૦ હજાર ૬૦૦ ૮૪ લાખ ૩૦૦ ૧ કરોડ, ૧૦ લાખ ૨૦૦ - ૨૬ કરોડ ૨૦૦ ૧ કરોડ, ૫૬ લાખ ૨00 ૯ કરોડ ૨૫ ૨00 ૧૨ કરોડ, ૫૦ લાખ કુલ : | ૨૨૫ | ૩૪ ૫૭00 ૮૩૨૬૮૦૦૦૫ ચૌદ પૂર્વોનાં નામોમાં શ્વેતાંબર અથવા દિગંબર બન્ને સંપ્રદાયમાં કોઈ વિશેષ ભેદ નથી. ફક્ત અવંધ્યના સ્થાને દિગંબર પરંપરામાં કલ્યાણવાદપૂર્વ કહેલ છે. અવંધ્યનો અર્થ વૃત્તિકારે સફળ કર્યો છે, તે કલ્યાણના શબ્દાર્થની નજીક પહોંચાડે છે. દટ્ટા, ૮ મા, ૯મા, ૧૧ મા, ૧૨ મા, ૧૩ મા, અને ૧૪ મા પૂર્વોની અંતર્ગત વસ્તુઓની સંખ્યામાં બન્ને સંપ્રદાયમાં કંઈક મતભેદ છે. શેષ પૂર્વોની વસ્તુ સંખ્યામાં કોઈ ભેદ નથી. દષ્ટિવાદ શ્રુતજ્ઞાનનો રત્નાકર છે. દષ્ટિવાદ શ્રુતજ્ઞાનનો મહાપ્રકાશ છે, ચૌદપૂર્વનું જ્ઞાન દષ્ટિવાદમાં આવેલ છે. પૂર્વોનું અને દષ્ટિવાદનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? ઉત્તર-પૂર્વોનું જ્ઞાન ત્રણ પ્રકારે થાય છે– (૧) જ્યારે કોઈ વિશિષ્ટ જીવને તીર્થકર નામ ગોત્રનો ઉદય થાય છે ત્યારે તીર્થની સ્થાપના કરે છે. (તીર્થકર નામનો ઉદય કેવળજ્ઞાન થયા પછી જ થાય છે, છદ્મસ્થ કાળમાં ન થાય. આ કથન નિશ્ચય દષ્ટિથી સમજવાનું છે, વ્યવહાર દષ્ટિથી નહીં) "તીર્થ" ચતુર્વિધ સંઘને કહેવાય છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી અરિહંત ભગવાન પ્રવચન આપે છે. તે પ્રવચનથી પ્રભાવિત થઈને જે વિશિષ્ટ વેત્તા કર્મઠયોગી દીક્ષિત થાય છે તે ગણધરપદને પ્રાપ્ત કરે છે અને તે જ ચતુર્વિધ સંઘની વ્યવસ્થા કરે છે. તીર્થકર ચતુર્વિધ સંઘની વ્યવસ્થા કરતા નથી. પ્રશ્ન- શું ગણધરોનું નિર્વાચન તીર્થકર કરે છે? અથવા શ્રમણો દ્વારા નિર્વાચિત કરવામાં આવે છે કે સ્વતઃ બને છે? ઉત્તર– તીર્થકર ભગવાન દ્વારા ફરમાવેલ પ્રથમ દેશના સાંભળી સંયમ સ્વીકાર કરનાર જે જે મુનિવરોને સ્વતઃ ચૌદપૂર્વનું અથવા સંપૂર્ણ દષ્ટિવાદનું જ્ઞાન, શ્રુતજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થઈ જાય છે તે તે મુનિવરોને ગણધરપદ પ્રાપ્ત થાય છે. ચિંતન, મનન અને અનુપ્રેક્ષા કરતાં અથવા તો જ્ઞાન વૈરાગ્યથી સંયમમાં પ્રવેશ કરતાં જ જેને શ્રુતજ્ઞાનની મહાજ્યોતિ પ્રસ્ફટિત થઈ જાય છે અર્થાત્ ચૌદપૂર્વોનું જ્ઞાન જેને ઉત્પન્ન થઈ જાય છે તેને ગણધર પદની પ્રાપ્તિ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે જેમ તીર્થકરોને

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380