Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦૪ ]
શ્રી નંદી સૂત્ર
દીક્ષા ગ્રહણ કરતાં જ મન ૫ર્યવજ્ઞાન થઈ જાય છે તેમજ ગણધર થનાર આત્માઓને દીક્ષા લેતાં જ દ્વાદશાંગનું જ્ઞાન થઈ જાય છે. ગણધર બન્યા પછી જ ગણની વ્યવસ્થા ચાલુ થઈ જાય છે. તે સર્વપ્રથમ " R: Hથનો ધર્મ" આ ઉક્તિને લક્ષમાં રાખીને આચારાંગ પછી સૂત્રકૃતાંગ આ ક્રમથી અગિયાર અંગ ભણાવે છે. શ્રમણ અથવા શ્રમણી વર્ગનો ઉદ્દેશ્ય કેવળ ભણવાનો જ ન હોય પણ સાથે સંયમ અને તપની આરાધના-સાધનાનો પણ હોય છે. કેટલાક સાધક તો અધિકથી અધિક ૧૧ અંગસુત્રોનું અધ્યયન કરીને જ આત્મવિજય પ્રાપ્ત કરી લે છે. એવા સંયમ–તાપૂર્વક અધ્યયનનું અંતિમ પરિણામ કેવળજ્ઞાનનું હોય છે અથવા દેવલોકમાં દેવત્વપદને પ્રાપ્ત કરવાનું હોય છે.
આહારક લબ્ધિ નિયમથી ચૌદપૂર્વધર મુનિને જ હોય છે. પરંતુ દરેક ચૌદ પૂર્વધર મુનિ આહારક લબ્ધિવાન જ હોય એવો નિયમ નથી. ચાર જ્ઞાનના ધારક અને આહારક લબ્ધિ સંપન્ન પડિવાઈ થઈને અનંત જીવો નિગોદમાં પરિભ્રમણ કરે છે. તેથી એમ જાણવા મળે છે કે અનંતગુણા હીન અને અનંતભાગહીન ચૌદ પૂર્વધરને પણ આહારક લબ્ધિ થઈ શકે છે. આવા જ્ઞાની તપસ્વી પણ મિથ્યાત્વના ઉદયથી નરક અને નિગોદમાં ભવ ભ્રમણ કરી શકે છે. જે પરિત્ત સંસારી આરાધક હોય, તે દુર્ગતિમાં પરિભ્રમણ ન કરે, પરંતુ કર્મ શેષ રહી જાય તો કલ્પપપન્ન અને કલ્પાતીત કોઈ પણ જાતના મહદ્ધિક દેવતા બની શકે છે. જ્યાં સુધી સિદ્ધત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મનુષ્ય અને દેવગતિ સિવાય અન્ય કોઈ ગતિમાં જન્મ ન લે.
પૂર્વધરોમાં પરસ્પર ષગુણ હાનિ-વૃદ્ધિ હોય છે. બધાનું શ્રુતજ્ઞાન સમાન હોતું નથી. ગણધર સિવાય બીજા સ્વયંબુદ્ધ, પ્રત્યેક બુદ્ધ અથવા જાતિસ્મરણ જ્ઞાનવાળાઓને પણ દ્વાદશાંગીનું જ્ઞાન સ્વતઃ થઈ શકે છે. તે ગણધર કહેવાતા નથી. તીર્થકરની પ્રથમ દેશનામાં જ ગણધર થાય છે. શેષ મુનિવરોને અધ્યયન કરવાથી દષ્ટિવાદનું જ્ઞાન થાય છે. પોઠ્ઠિલદેવે મોહમાં ફસાયેલા તેતલિપુત્ર મહામાત્યને પરોક્ષ અને પ્રત્યક્ષરૂપે પ્રતિબોધ કરીને તેના અંતરાત્માને જગાડ્યો હતો. તેના પરિણામ સ્વરૂપે તેતલિપુત્રે ઊહાપોહ કર્યો. મોહકર્મ ઉપશાંત થવાથી, મતિજ્ઞાનાવરણીયના વિશિષ્ટ ક્ષયોપશમથી મહામાત્યને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેણે જાણ્યું કે મેં પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પંડરીકિણી રાજધાનીમાં મહાપા નામના રાજા તરીકે ચિરકાળ સુધી રાજ્યલક્ષ્મીનો ઉપભોગ કરીને
સ્થવિરોની પાસે જૈન ભાગવતી દીક્ષા ધારણ કરી હતી. સંયમ અને તપની આરાધના કરતાં કરતાં મને ૧૪ પૂર્વોનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું. ચિરકાળ સુધી સંયમ પર્યાયનું પાલન કરીને એક માસનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે આયુષ્યની અંતિમ ક્ષણે સંલેખના સંથારા સહિત સમાધિપૂર્વક કાળ કરીને હું મહાશુક્ર નામના ૭ માં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો હતો. ત્યાંનું દીર્ઘ આયુષ્ય સમાપ્ત થવા પર હું અહીં ઉત્પન્ન થયો છે. તેથી પૂર્વભવમાં મેં મહાવ્રતની આરાધના જે પ્રમાણે કરી છે તે પ્રમાણે કરીને અપ્રમત્ત બનીને આત્મ સાધનામાં હું સંલગ્ન બની જાઉં, તેમાં જ મારું કલ્યાણ છે. તે જાતિસ્મરણ જ્ઞાનના સહયોગથી અમદવનમાં બાહ્ય આવ્યેતર પરિગ્રહનો સર્વથા ત્યાગ કરીને તેતલિપુત્ર સ્વયંમેવ દીક્ષિત થઈને, જ્યાં તે વનમાં અશોકવૃક્ષ હતું ત્યાં પહોંચ્યા અને શિલાપટક પર બેસીને સમાધિમાં તલ્લીન થઈ ગયા. પછી એ જાતિસ્મરણ જ્ઞાન દ્વારા અનુપ્રેક્ષા કરતાં કરતાં પૂર્વભવમાં કૃત અધ્યયન આદિનું વારંવાર ચિંતન કરવા લાગ્યા. આ પ્રમાણે વિચાર કરતાં તેઓને અંગસૂત્રો તથા ચૌદપૂર્વનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ત્યારે તે શ્રુતજ્ઞાન વડે