Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 346
________________ [ ૨૮૬] શ્રી નદી સૂત્ર મંગલમાં પણ મંગલનો પ્રયોગ કરીશું તો અનવસ્થા દોષ નહીં આવે? પ્રશ્ન બહુ જ સુંદર અને મનનીય છે. તેના ઉત્તરમાં કહેવાય છે કે- આગમ સ્વયં મંગલરૂ૫ છે. એમાં કોઈ સંદેહ નથી. દરેકનો શુભ ઉદ્દેશ ભિન્ન ભિન્ન હોય છે, તેની પૂર્તિ નિર્વિદનતાથી થાય તેથી આદિમાં મંગલ કરવામાં આવે છે. જેવી રીતે કોઈ તપસ્વી મુનિને તપના અનુષ્ઠાન કરવા હોય ત્યારે તપ સ્વયં માંગલિક છે તો પણ તેને ગ્રહણ કરતાં પહેલાં ગુરુની આજ્ઞા, સવિનય વંદન, નમસ્કાર વગેરે મંગલાચરણ વિધિનું આચરણ તપસ્યાની નિર્વિઘ્ન પૂર્ણાહુતિ માટે કરાય છે. એવી જ રીતે શાસ્ત્ર પણ મંગલરૂપ છે, સમ્યગુજ્ઞાનમાં પ્રવૃત્તિજનક હોવાથી આનંદપ્રદ પણ છે અને અનેક દૃષ્ટિકોણથી શાસ્ત્ર સ્વતઃ મંગલકારી છે, તોપણ અધ્યયન-અધ્યાપન, રચના તેમજ સંકલનની પૂર્વે અધ્યેતા અથવા પ્રણેતાનું આ પરમ કર્તવ્ય થઈ જાય છે કે પોતાના અભીષ્ટ શાસનદેવને તથા અન્ય સંયમ-પરાયણ શ્રદ્ધાસ્પદ ગુરુ ભગવંતને અથવા બહુશ્રુત મુનિવરોને વંદન, નમસ્કાર કરવા અને તેની સ્વીકૃતિ તથા મંગલ શુભકામના મેળવી લેવી. કેમ કે તેઓના વંદન-ગુણાનુવાદ કરવાથી વિદનનો સમૂહ સ્વયં ઉપશાંત થઈ જાય છે. જો પ્રગતિ બાધક વિગ્ન પહેલાથી જ ન હોય તો મંગલાચરણ આધ્યાત્મિક નિર્જરાનું કારણ બને છે તેમજ પુણ્યાનુબંધી પુણ્યનું પણ કારણ બની જાય છે. માટે નંદી સૂત્રની આદિમાં સ્તુતિકારે મંગલાચરણ કર્યું છે. મંગલાચરણમાં અસાધારણ ગુણોની સ્તુતિ કરવામાં આવી છે. મંગલાચરણ સ્વ-પર પ્રકાશક છે. નંદી સૂત્રમાં મંગલાચરણ કરવાથી દેવવાચકજીને તો લાભ થયો જ છે પરંતુ આ મંગલાચરણનાં પઠન અને શ્રવણથી બીજા જીવોને પણ લાભ થશે. શ્રી સંઘ અને શ્રુતધર આચાર્યો પ્રતિ તેઓની શ્રદ્ધામાં વૃદ્ધિ થશે. ચતુર્વિધ સંઘ જ ભગવાન છે. તેઓનો વિનય, ભક્તિ, બહુમાન કરવું એ ભગવત્ ભક્તિ છે. તેઓનું અપમાન કરવું તે ભગવાનના અપમાન સમાન છે. આ દેવવાચકજીના અંતરાત્માનો અંતધ્વનિ છે. દરેક માનવ શુભ ઉદ્દેશની પૂર્તિ ઈચ્છે છે. તેની નજરમાં જેની પૂર્તિ કઠિન દેખાય તેની પૂર્તિ માટે મંગલાચરણનું શરણ લેવાય છે. કાર્યમાં જ્યારે સફળતા પ્રાપ્ત થઈ જાય ત્યારે તેમાં અહંભાવ ન આવે એવો હેતુ પણ મંગલાચરણની પાછળ રહેલ છે. તે મંગલાચરણ કરનાર એમ વિચાર કરે કે આ સફળતા મારી શક્તિની નથી પણ મંગલાચરણની શક્તિથી થઈ છે, આ પ્રકારે અહંભાવની વૃદ્ધિ થતી નથી, અન્યથા અહંભાવ આવ્યા વગર રહેતો નથી. અહંભાવ એ ખરેખર વિનયનો નાશ અને વિદનોનું આહ્વાન કરે છે. મંગલાચરણથી અચિંત્ય લાભ : (૧) વિનોપશમન – જેમ માર્તન્ડના પ્રકાશથી સર્વત્ર તિમિરનો નાશ થઈ જાય છે તેમ મંગલાચરણ કરવાથી વિદનો સ્વયં નષ્ટ થઈ જાય છે. ભલે કંટક યુક્ત માર્ગ કેમ ન હોય! પણ તે સ્વચ્છ, નિષ્કટક બની જાય છે. ધ્યેયની પૂર્તિ નિરાબાધ પૂર્ણ થઈ જાય છે અને દરેક પ્રકારના આવતા વિદનો ઉપશાંત થઈ જાય છે. (૨) શ્રદ્ધા - મંગલાચરણ કરવાથી પોતાના ઈષ્ટદેવ પ્રતિ શ્રદ્ધા દઢ બને છે. કહ્યું પણ છે– "દા પરમ કુલ્લાહ" શ્રદ્ધાને પ્રાપ્ત કરવી દુર્લભ નહીં પણ અતિ દુર્લભ છે. શ્રદ્ધા સાધનાની આધારશિલા છે. શ્રદ્ધાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. "શ્રદ્ધાવાન મને જ્ઞાનમ" શ્રદ્ધા આત્માની ઉન્નતિનો મૂળ મંત્ર છે. માટે જેનાથી શ્રદ્ધા દઢત્તર બને છે, તે કાર્ય સાધક માટે કરણીય હોય છે.

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380