Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| શ્રી આત્મારામજી મ. સા.નાં ચિંતનો
| ૨૮૫ |
આ રીતે વિવેકની ઉજ્જવળ ધારા વડે જીવનને પ્રજ્વલિત કરવાનું છે.
વિવેકના પ્રદીપને ક્યારે ય ઝાંખો ન થવા દેવા માટે આચાર્યોએ સ્વાધ્યાયને સર્વ શ્રેષ્ઠ સાધન માનેલ છે. સ્વાધ્યાય શ્રત ધર્મનું એક વિશિષ્ટ અંગ છે, શ્રત ધર્મ માનવને ચારિત્રધર્મમાં જાગૃત કરે છે. ચારિત્ર ધર્મથી આત્માની વિશુદ્ધિ થાય છે. આત્માની વિશુદ્ધિથી કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. કેવળજ્ઞાનથી એકાંતિક અને આત્યંતિક મુક્તિ પ્રાપ્ત થાય છે અને મુક્તિથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. પરમ સુખ એ જ મુમુક્ષુઓનું પરમ ધ્યેય તેમજ અંતિમ લક્ષ્ય હોય છે. વિજ્ઞહરણ મંગલકરણ :
કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં મંગલાચરણ કરવાની પદ્ધતિ પૂર્વકાળથી ચાલી આવે છે. નૂતન સાહિત્ય સર્જનના સમયે, સંકલનના સમયે, ટીકા, અનુવાદ આદિ દરેક સ્થળો પર રચનાકારો પ્રારંભમાં મંગલાચરણ કરે છે. આ પરંપરા આજ સુધી અવિચ્છિન્ન ચાલી રહી છે. આ પરંપરામાં અનેક રહસ્ય નિહિત છે, જેનાથી આપણે અનભિજ્ઞ છીએ. પ્રત્યેક શુભ કાર્યમાં અનેક પ્રકારનાવિનો આવે તે સ્વાભાવિક છે. એ કારણે અનુભવી રચનાકારોએ પોતાની રચના કરતાં પહેલાં મંગલાચરણ કર્યું છે. કેમ કે મંગલ જ અમંગલનો વિનાશ કરે છે..
શ્રેષ્ઠ કાર્ય અનેક વિનોથી પરિવ્યાપ્ત હોય છે, તે વિદનો કાર્યને પૂર્ણ થવા ન દે. માટે મંગલાચરણ કર્યા પછી જ કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કરવો જોઈએ. મંગલાચરણ કરવાથી આવનારા સર્વ વિદનો સ્વયં ઉપશાંત થઈ જાય છે. એવી જ રીતે મંગલાચરણ કરવાથી મહાવિદ્યા પણ નિર્વિને પૂર્ણ થાય છે. માટે શિષ્ટજનોએ પ્રત્યેક શુભકાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરવું જોઈએ, જેથી વિદનોનો સમૂહ સ્વયં ઉપશાંત થઈ જાય.
શાસ્ત્રની આદિમાં, મધ્યમાં અને અંતમાં મંગલાચરણ કરવામાં આવે છે. શાસ્ત્રની આદિમાં કરેલું મંગલાચરણ શાસ્ત્રોની નિર્વિદને પૂર્ણતા માટે છે. તેની સ્થિરતા માટે મધ્યમંગલ સહયોગ આપે છે અને શિષ્ય પ્રશિષ્યમાં મંગલાચરણની પરંપરા ચાલુ રાખવા માટે અંતિમ મંગલ કરવામાં આવે છે.
જેના દ્વારા અનાયાસે હિતમાં પ્રગતિ થઈ જાય તેને મંગલ કહેવાય. કહ્યું છે– "નવો હિતમનેતિ મનન " કેટલાક લોકો મંગલાચરણ કરવા છતાં પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. કેટલાક મંગલાચરણ કર્યા વગર જ સફળતા પ્રાપ્ત કરી લે છે. એમાં મુખ્ય કારણ શું છે? તે પ્રશ્નનું સમાધાન એ છે- ઉત્તમવિધિથી મંગલાચરણની ન્યૂનતા અને વિદનોની પ્રબળતા હોય તો સફળતા મળતી નથી. તેમજ કોઈને વિદનનો સર્વથા અભાવ જ હોય તો તેને મંગલ કર્યા વગર જ સફળતા મળી શકે છે. તેથી મંગલની અનુપયોગિતા કે નિરર્થકતા સિદ્ધ થઈ શકતી નથી. સ્વતઃ મંગલમાં મંગલાચરણ શા માટે ? :
જ્યારે અન્ય-અન્ય ગ્રંથની રચના સ્વતંત્ર રૂપે કરવામાં આવે છે, ત્યારે તેની આદિમાં મંગલાચરણની જરૂર પડે છે. પરંતુ જિનવાણી તો સ્વયં મંગલરૂપ છે અને નંદી સૂત્ર તથા તેમાં જ્ઞાનનો વિષય એ પણ પોતે જ મંગલ છે. તો પછી મંગલમય આગમમાં ફરી મંગલનો પ્રયોગ શા માટે કર્યો? જો