Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| २७
શ્રી નદી સૂત્ર
આ કથનથી ઈશ્વર કર્તુત્વવાદનો પણ નિષેધ થઈ જાય છે.
સંક્ષિપ્ત રૂપે શ્રુતજ્ઞાનનો વિષય કેટલો છે, એનો પણ ઉલ્લેખ સૂત્રકારે સ્વયં કર્યો છે. જેમ કેદ્રવ્યતઃ- શ્રુતજ્ઞાની સર્વદ્રવ્યને ઉપયોગપૂર્વક જાણે અને દેખે છે. અહીં શંકા ઉત્પન્ન થાય છે કે શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યને કેવી રીતે દેખી શકે? સમાધાન આ પ્રમાણે છે- આ ઉપમાવાચી શબ્દ છે. જેમ કોઈ જ્ઞાનીએ મેરુ આદિ પદાર્થોનું બહુ સુંદર ઢંગથી નિરૂપણ કર્યું હોય અને તેણે પ્રત્યક્ષ કરીને દેખાડી પણ દીધું હોય. એ જ રીતે વિશિષ્ટ શ્રતજ્ઞાની ઉપયોગપૂર્વક સર્વ દ્રવ્યોને, સર્વ ક્ષેત્રને, સર્વકાળને અને સર્વ ભાવોને જાણે અને દેખે છે.
___ संबंधे टी11२ ५९ पर्यो छ, अन्ये तु- न पश्यति इति पठंति अर्थात् 05 પરંપરાએ ના પા પર એવો પાઠ છે, જેનો અર્થ- શ્રુતજ્ઞાની જાણે પરંતુ દેખતા નથી, એ પાઠ પણ સાચો હોઈ શકે. અહીં એક વાત વિશેષ ધ્યાનમાં રાખવાની છે કે સર્વ દ્રવ્યો આદિને જાણનારા ઓછામાં ઓછા દશપૂર્વોનું સંપૂર્ણ શ્રુતજ્ઞાન અથવા તેનાથી અધિક જ્ઞાનને ધારણ કરનારા હોય છે. તે જાણી પણ શકે અને જોઈ પણ શકે છે. તાત્પર્ય એ છે કે અહીં શ્રુતજ્ઞાનના ઉત્કૃષ્ટ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રુતજ્ઞાનના ભેદ અને પઠનવિધિ :३१
अक्खर सण्णी सम्म, साइयं खलु सपज्जवसियं च । गमियं अंगपविट्ठ, सत्तवि एए सपडिवक्खा ॥१॥ आगमसत्थग्गहणं, जं बुद्धिगुणेहिं अट्ठहिं दिटुं । बिंति सुयणाणलंभ, तं पुव्वविसारया धीरा ॥२॥ सुस्सूसइ पडिपुच्छइ, सुणेइ गिण्हइ य ईहए याऽवि । तत्तो अपोहए वा, धारेइ करेइ वा सम्मं ॥३॥ मूअं हुंकारं वा, बाढंकारं पडिपुच्छ वीमंसा । तत्तो पसंगपारायणं च परिणिट्ठा सत्तमए ॥४॥ सुत्तत्थो खलु पढमो, बीओ णिज्जुत्तिमीसिओ भणिओ ।
तइओ य णिरवसेसो, एस विही होइ अणुओगे ॥५॥ से तं अंगपविटुं । से तं सुयणाणं । से तं परोक्खणाणं । से तं गंदी ।
॥णंदी समत्ता ॥