Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૪૦ ]
શ્રી નદી સૂત્ર
से णं अंगट्ठयाए चउत्थे अंगे, एगे सुयक्खंधे, एगे अज्झयणे, एगे उद्देसणकाले, एगे समुद्देसणकाले, एगे चोयालसयसहस्से पयग्गेणं, संखेज्जा अक्खरा, अणंता गमा, अणंता पज्जवा, परित्ता तसा, अणंता थावरा, सासय-कड-णिबद्ध-णिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति, परूविज्जति, दसिज्जति, णिदसिज्जति उवदंसिजति ।
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ । से त्त समवाए । શબ્દાર્થ :- સન્નિતિ = આશ્રમણ કરેલ છે, વર્ણન કરેલ છે, સમ્યક પ્રરૂપણા કરેલ છે, III = એકથી લઈને, મુત્તરિયાઈ ટાળ–સય-વિવાદ થાઈ = એક એક વધારતાં સો સ્થાન સુધી, માવા = ભાવોની, પદાર્થોની, તત્ત્વોની, પવા = પ્રરૂપણા, આ વિલિ = કરેલ છેકુવાનવિહસ - અને દ્વાદશાંગ, પિડાન્સ = ગણિપિટકના, પાવ = સંક્ષેપમાં પરિચય, ને વોયાનસવદત્તે પથM = એક લાખ ચુંમાલીસ હજાર પદપરિમાણ છે.
ભાવાર્થ :- પ્રશ્ન- સમવાયાંગસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે?
ઉત્તર– સમવાયાંગસૂત્રમાં યથાવસ્થિત રૂપથી જીવ, અજીવ અને જીવાજીવનું વર્ણન કરેલ છે અર્થાત્ એની સમ્યક પ્રરૂપણા કરી છે. સ્વદર્શન, પરદર્શન અને સ્વ–પરદર્શનનું તથા લોક, અલોક અને લોકાલોકનું વર્ણન છે.
સમવાયાંગસૂત્રમાં એકથી લઈને સો સ્થાન સુધી ભાવોની પ્રરૂપણા કરેલી છે અને દ્વાદશાંગ ગણિ– પિટકનો સંક્ષેપમાં પરિચય આપેલ છે.
સમવાયાંગસૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
આ સૂત્ર અંગની અપેક્ષાએ ચોથું અંગ છે. એમાં એક શ્રુતસ્કંધ, એક અધ્યયન, એક ઉદ્દેશનકાળ અને એક સમુદેશનકાળ છે. તેનું પદ પરિમાણ એક લાખ ચુંમાલીસ હજાર છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર અને શાશ્વત-કૃત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શન કરવામાં આવ્યું છે.
સમવાયાંગસૂત્રનું અધ્યયન કરનારા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ સમવાયાંગ સુત્રનું સ્વરૂપ છે, વિખ્યાત છે, વિજ્ઞાત છે અને આ રીતે એમાં ચરણ-કરણની પ્રરૂપણા કરેલ છે. આ સમવાયાંગનું વર્ણન છે.