Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વાદાગ પરિશ્ય
૨૭૩ |
इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता जीवा आणाए आराहित्ता चाउरतं संसारकंतारं वीइवयंति ।
इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरतं संसारकंतारं वीइवइस्संति । શબ્દાર્થ :- આ આરહ = આજ્ઞાની આરાધના કરનાર, વરૂવલ્લુ = પાર પામી ગયા છે, વીફુવતિને પાર કરે છે. વીવÍતિ = પાર કરશે. ભાવાર્થ :- આવા આ દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની આરાધના ભૂતકાળમાં કરીને અનંતજીવ સંસારરૂપ અટવીનો પાર પામી ગયા છે.
એ જ રીતે આવા આ બાર અંગરૂ૫ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આજ્ઞાની વર્તમાનકાળમાં પરિમિત જીવ આરાધના કરીને ચતુર્ગતિરૂપ સંસાર કંતારને પાર કરે છે.
એ જ રીતે આવા આ દ્વાદશાંગરૂપ ગણિપિટકમાં વર્ણવેલ પ્રભુ આશાની ભવિષ્યકાળમાં આરાધના કરીને અનંત જીવ ચાર ગતિરૂપ સંસાર કંતારને પાર કરશે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આજ્ઞાપાલનની મહત્તા બતાવેલ છે. જેમ અટવી વિવિધ પ્રકારના હિંસક જંતુઓથી તથા વિવિધ પ્રકારના ઉપદ્રવોથી યુક્ત હોય છે, તેમાં ગાઢ અંધકાર હોય છે, તેને પાર કરવા માટે તેજ પ્રકાશરૂપી પુજની અતિ આવશ્યકતા રહે છે, તેમ સંસારરૂપ અટવી પણ શારીરિક, માનસિક દુઃખો, જન્મ, મરણ અને રોગ-શોકથી પરિપૂર્ણ છે, તેને શ્રુતજ્ઞાનરૂપ પ્રકાશ પુંજ વડે પાર કરી શકાય છે. સ્વકલ્યાણ અને પરકલ્યાણમાં પરમ સહાયક શ્રુતજ્ઞાન જ છે અર્થાત્ સ્વપ્રકાશક અને પરપ્રકાશક શ્રુતજ્ઞાન જ છે. સન્માર્ગે ચાલવું અને ઉન્માર્ગને છોડવો એ જ જ્ઞાનનો મુખ્ય ઉદેશ્ય છે. જ્યાં જ્ઞાનનો પ્રકાશ હોય ત્યાં રાગદ્વેષ આદિ ચોરોનો ભય રહેતો નથી. સુખપૂર્વક જીવન યાપન કરવું અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવું એ જ શ્રુતજ્ઞાની બનવાનો સાર છે. માટે દ્વાદશાંગ ગણિપિટકમાં વર્ણિત દરેક આજ્ઞાઓની આરાધના કરવી જોઈએ અને વિરાધનાઓથી દૂર રહેવું જોઈએ. ગણિપિટકની શાશ્વતતા :|३० इच्चेइयं दुवालसंगं गणिपिडगंण कयाइ णासी, ण कयाइ ण भवइ, ण कयाइ ण भविस्सइ ।
भुविं च, भवइ य, भविस्सइ य । પુણે, ળિયા, સાસણ, મgs, અલ્કા, અવાિ, ળિજો !