Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 327
________________ દ્વાદશાગ પરિચય [ ૨૬૭ | ઉત્તર- અનુયોગ બે પ્રકારનો છે, જેમ કે– (૧) મૂલપ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ. પ્રશ્ન- મૂલપ્રથમાનુયોગમાં કોનું વર્ણન છે? ઉત્તર- મૂલપ્રથમાનુયોગમાં અરિહંત ભગવંતના પૂર્વભવોનું વર્ણન છે. તેમનું દેવલોકમાં જવું, દેવલોકનું આયુષ્ય, દેવલોકથી ચ્યવને તીર્થકર રૂપે જન્મ, દેવાદિકૃત જન્માભિષેક, રાજ્યાભિષેક, પ્રધાન રાજ્યલક્ષ્મી, પ્રવ્રજ્યા(મુનિ-દીક્ષા), ત્યાર બાદ ઘોર તપશ્ચર્યા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થની પ્રવૃત્તિ કરવી, શિષ્ય સમુદાય, ગણ, ગણધર, આર્યાજીઓ, પ્રવર્તિનીઓ, ચતુર્વિધ સંઘની પરિમાણ સંખ્યા, જિનસામાન્ય કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની તેમજ સમ્યગુજ્ઞાની, વાદી, અનુત્તરગત્તિ અને ઉત્તરક્રિયધારી મુનિ, જેટલા મુનિ સિદ્ધ થયા હોય, મોક્ષ માર્ગ જેણે બતાવ્યો, જેટલા સમય સુધી પાદપોપગમન સંથારો કર્યો હોય, જે સ્થાન પર જેટલા ભક્તોનું છેદન કરી કર્મોનો અંત કર્યો હોય, અજ્ઞાન અંધકારના પ્રવાહથી મુક્ત થઈને જે મહામુનિએ મોક્ષના સુખને પ્રાપ્ત કર્યું હોય ઈત્યાદિ અને એ સિવાય અન્ય ભાવો પણ મૂલપ્રથમાનુયોગમાં પ્રતિપાદિત કરેલ છે. આ પ્રમાણે મૂલપ્રથમાનુયોગનું વર્ણન | २४ से किं तं गंडियाणुओगे? गंडियाणुओगे-कुलगरगंडियाओ, तित्थयरगंडियाओ, चक्कवट्टीगडियाओ, दसारगडियाओ, बलदेवगंडियाओ, वासुदेव गंडियाओ, गणधरगंडियाओ, भद्दबाहुगंडियाओ, तवोकम्मगंडियाओ, हरिवंसगंडियाओ, उस्सप्पिणीगंडियाओ, ओसप्पिणीगंडियाओ, चित्तंतरगंडियाओ, अमर-णर-तिरिय-णिरय-गइ-गमण विविह- परियट्टणाणुओगेसु, एवमाइयाओगंडियाओ, आघविज्जति पण्णविजंति । सेत्तं गंडियाणुओगे। से त्तं अणुओगे। ભાવાર્થ - પ્રશ્ન- ચંડિકાનુયોગ કોને કહેવાય? ઉત્તર-ગંડિકાનુયોગમાં કુલકરગંડિકા, તીર્થકરગંડિકા, ચક્રવર્તિમંડિકા, દશારચંડિકા, બલદેવગંડિકા, વાસુદેવચંડિકા,ગણધરનંડિકા, ભદ્રબાહુગંડિકા, તપકર્મચંડિકા, હરિવંશગંડિકા, ઉત્સર્પિણીગંડિકા, અવસર્પિણીગંડિકા, ચિત્રાતરાંડિકા, દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિમાં ગમન અને વિવિધ પ્રકારના સંસારમાં પર્યટન ઈત્યાદિ ચંડિકાઓ કહી છે. આ રીતે પ્રજ્ઞાપન કરેલ છે. આ પ્રકારે ગંડિકા અનુયોગનું વર્ણન છે. વિવેચન : ઉક્ત સૂત્રમાં અનુયોગનું વર્ણન કરેલ છે. અનુયોગનો અર્થ છે– સૂત્રને અનુકૂળ કે અનુરૂપ અર્થ કરવો પરંતુ અહીં તેનો અર્થ છે– કોઈ પણ વિષયનું વિસ્તૃત સર્વતોમુખી પ્રતિપાદન કરનાર પ્રકરણ. વિસ્તૃત વર્ણન રૂપ અનુયોગના અહીં બે વિભાગ કર્યા છે– મૂલપ્રથમાનુયોગ અને ચંડિકાનુયોગ.

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380