Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૧૫
શ્રુતશાન
લક્ષણ છે પરંતુ એમ થતું નથી. જેમ કે વાદળોના અત્યધિક પડળો ચંદ્ર અને સૂર્ય ઉપર આવી જાય તોપણ તેની પ્રભા કંઈક તો દેખાય જ છે. તેમ જીવના શ્રુતગુણ પર્યાવ(પર્યાય) પણ કર્મોના કેટલા ય આવરણ આવી જાય તોપણ કંઈક નિરાવરણ રહે છે, પૂર્ણ આવરિત થતા નથી.
આ રીતે સાદિ—સાંત અને અનાદિ અનંત શ્રુતનું વર્ણન છે.
વિવેચન :
=
સાફ્ટ સજાવસિ, અળાË અપાવસિય :- સપર્યવસિત - સાંત અને અપર્યવસિત અનંત. આ દ્વાદશાંગ ગણિપિટક વ્યચ્છિત્તિનય-પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સાદિ સાંત છે પરંતુ અવ્યુચ્છિત્તિનય–દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ અનંત છે. વ્યચ્છિત્તિ અને અવ્યુચ્છિત્તિનું સ્પષ્ટીકરણ આ સૂત્રમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના ભેદથી કરેલ છે. વ્યચ્છિતિ એટલે વિચ્છેદ જવું, સંપૂર્ણ રીતે નાશ પામી જવું.
દ્રવ્યતઃ :– એક જીવની અપેક્ષાએ સભ્યશ્રુત સાદિ–સાંત છે. જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે સમ્યકશ્રુતની આદિ કહેવાય અને જ્યારે તે પહેલા અને ત્રીજા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ફરી મિથ્યાત્વનો ઉદય થવાથી સભ્યશ્રુત પણ લુપ્ત થઈ જાય છે. પ્રમાદ, મનોમાલિન્ય, તીવ્રવેદના અથવા વિસ્મૃતિના કારણે અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના કારણે પ્રાપ્ત કરેલું શ્રુતજ્ઞાન લુપ્ત થઈ જાય છે, ત્યારે તે પુરુષની અપેક્ષાએ સમ્યશ્રુત સાંત થઈ જાય છે.
પરંતુ ત્રણે કાળની અપેક્ષાએ અથવા ઘણા પુરુષોની અપેક્ષાએ સભ્યશ્રુત અનાદિ અનંત છે. કેમ કે એવો સમય ક્યારે ય થયો નથી અને ક્યારે ય થશે પણ નહીં, જ્યારે સભ્યશ્રુતધારી જ્ઞાની જીવ ન હોય. સમ્યક્ શ્રુતનો સમ્યક્દર્શન સાથે અવિનાભાવી સંબંધ છે માટે એક પુરુષની અપેક્ષાએ સભ્યશ્રુત, દ્વાદશાંગવાણી સાદિ સાંત છે અને અનેક પુરુષોની અપેક્ષાએ સભ્યશ્રુત અનાદિ અનંત છે.
ક્ષેત્રતઃ :– પાંચ ભરત, પાંચ ઐરાવત આ દેશ ક્ષેત્રની અપેક્ષાએ ગણિપિટક સાદિ સાંત છે, કેમ કે આ ક્ષેત્રમાં દ્વાદશાંગી શ્રુતજ્ઞાનનો વિચ્છેદ થાય છે અર્થાત્ ક્યારેક દ્વાદશાંગીના ધારક હોય છે અને ક્યારેક હોતા નથી પરંતુ પાંચ મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ દ્વાદશાંગી ગણિપિટક અનાદિ અનંત છે, કેમ કે મહાવિદેહક્ષેત્રમાં દ્વાદશાંગી ગણિપિટકના ધારક સદા—સર્વદા હોય છે, ત્યાં વિચ્છેદ થતો નથી.
કાલતઃ ઃ— જ્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ વર્તે છે ત્યાં દ્વાદશાંગી સાદિ—સાંત છે. કેમ કે અવસર્પિણી કાળના સુષમદુષમ નામના ત્રીજા આરાના અંતમાં અને ઉત્સર્પિણીકાળના દુષમસુષમ આરાના પ્રારંભમાં તીર્થંકર ભગવાન સર્વપ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના માટે દ્વાદશાંગ ગણિપિટકની પ્રરૂપણા કરે છે. એ જ સમયે તેનો પ્રારંભ થાય છે. એ અપેક્ષાએ તે સાદિ છે અને અવસર્પિણીકાલના દુષમ નામના પાંચમા આરાના અંતે સભ્યશ્રુતનો વ્યવચ્છેદ થઈ જાય છે. એ અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટક સાંત છે પરંતુ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૧૬૦ વિજયમાં નોઉત્સર્પિણી અને નોઅવસર્પિણીકાળ છે, તેમાં દ્વાદશાંગ ગણિપિટકનો