Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કેવળજ્ઞાન
૯૯
કહેવાય છે.
(૬) પ્રત્યેકબુદ્ધસિદ્ધ :– જે ઉપદેશ સાંભળ્યા વિના, બાહ્ય કોઈ પણ નિમિત્તથી બોધ પ્રાપ્ત કરીને સિદ્ધ થાય તેને પ્રત્યેક બુદ્ધ કહે છે, જેમ કે– કરકંડુ, નમિરાજર્ષિ વગેરે. આવા પ્રત્યેક બુદ્ધ થઈને સિદ્ધ થાય તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ કહેવાય છે.
(૭) બુદ્ધબોધિતસિદ્ધ :- આચાર્ય આદિ દ્વારા પ્રતિબોધિત થઈને સિદ્ધ થાય તેને બુદ્ધુબોધિત સિદ્ધ કહેવાય છે, જેમ કે— ચંદનબાળા, જંબૂકુમાર તેમજ અતિમુક્તકુમાર વગેરે.
(૮) સ્ત્રીલિંગસિદ્ધ – અહીં સ્ત્રીલિંગ શબ્દ સ્ત્રીત્વનું સૂચન કરે છે. તેના ત્રણ ભેદ છે– (૧) મોહનીય કર્મજન્ય સ્ત્રી વેદ (૨) નિવૃત્તિ− સ્ત્રી શરીરની રચના (૩) સ્ત્રી વેશ— સ્ત્રી વેદના ઉદયથી અને વેશથી મોક્ષ સંભવ નથી. કેવળ શરીર રચનાથી જ સિદ્ધ થઈ શકે છે જે સ્ત્રી શરીરથી મુક્ત થાય છે તેને સ્ત્રીલિંગ સિદ્ધ કહેવાય છે.
(૯) પુરુષલિંગસિદ્ધ :– પુરુષની આકૃતિમાં રહેતાં મોક્ષની પ્રાપ્તિ કરે તેને પુરુષલિંગસિદ્ધ કહેવાય છે. (૧૦) નપુંસકલિંગસિદ્ધ ઃ– નપુંસક બે પ્રકારના છે. સ્ત્રી નપુંસક અને પુરુષ નપુંસક. એમાં પુરુષ નપુંસક સિદ્ધ થાય છે તેને નપુંસકલિંગ સિદ્ઘ કહેવાયછે.
(૧૧) સ્વલિંગસિદ્ધ :– સાધુની મુખવસ્ત્રિકા, રજોહરણ આદિ જે શ્રમણ નિગ્રંથોનો વેષ હોય તેને લિંગ કહે છે. જે સ્વલિંગથી સિદ્ધ થાય તેને સ્વલિંગસિદ્ધ કહેવાય છે.
(૧૨) અન્યલિંગસિદ્ધ :– જેનો બાહ્ય વેષ પરિવ્રાજકનો હોય પરંતુ આગમ અનુસાર ક્રિયા કરીને જે સિદ્ધ બને તેને અન્યલિંગસિદ્ધ કહે છે.
(૧૩) ગૃહસ્થલિંગસિદ્ધ :– ગૃહસ્થ વેષથી મોક્ષ પ્રાપ્ત કરનારને ગૃહસ્થલિંગસિદ્ઘ કહે છે, જેમ કે– મરુદેવી માતા.
(૧૪) એકસિદ્ધ :– એક સમયમાં એક–એક સિદ્ધ થાય તેને એકસિદ્ધ કહે છે.
(૧૫) અનેકસિદ્ધ :– એક સમયમાં બે થી લઈને ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ઘ થનારને અનેકસિદ્ઘ કહે છે. પરંપરસિદ્ધ કેવળજ્ઞાન :
४ से किं तं परंपरसिद्ध केवलणाणं ? परंपरसिद्ध केवलणाणं अणेगविहं પળાં, સંગહા- અપઢમસમયસિદ્ધા, જુસમયસિદ્ધા, તિસમયસિદ્ધા, વડલમयसिद्धा जावदससमयसिद्धा, संखिज्जसमय - सिद्धा, असंखिज्ज - समयसिद्धा, अणंतसमयसिद्धा । से त्तं परंपरसिद्ध केवलणाणं । से त्तं सिद्ध केवलणाणं ।