Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતિજ્ઞાન
૧૦૫
A સાતમું પ્રકરણ :
મતિજ્ઞાન
zzzzzzzzzzzzzzzzzzzzz, OOOOOOOOOOO BOXoxoxoxooooooooooooooooooooooooooo
પરોક્ષજ્ઞાનના ભેદ :| १ से किं तं परोक्खणाणं ? परोक्खणाणं दुविहं पण्णत्तं, तं जहाआभिणिबोहियणाण परोक्खं च, सुयणाण परोक्खं च ।
जत्थ आभिणिबोहियणाणं तत्थ सुयणाणं, जत्थ सुयणाणं तत्थ आभिणिबोहियणाणं दोवि एयाई अण्णमण्णमणुगयाइं तहवि पुण इत्थ आयरिया णाणत्तं पण्णवयंति अभिणिबुज्झइ ति आभिणिबोहियणाणं, सुणेइ ति सुयं, मइपुव्वं जेण सुयं, ण मई सुयपुव्विया । શબ્દાર્થ :- પરોકgTM = પરોક્ષજ્ઞાન, ઈન્દ્રિય અને મનની સહાયથી થનાર જ્ઞાન, મ હિયTM પરોવવું = અભિનિબોધિક પરોક્ષજ્ઞાન, બુદ્ધિથી થનાર જ્ઞાન, મતિજ્ઞાન, સુયાણપરો વર શ્રુતજ્ઞાન પરોક્ષ, ગલ્થ = જ્યાં, તQ = ત્યાં, જીવ = બન્ને, પથારું = એ,
પણ મyયારું = અન્યોન્ય અનુગત છે, એકબીજાની સાથે જ રહેનાર છે, તeવિ = તો પણ, પુખ = પરસ્પર અનુગત હોવા છતાં, રૂત્થ = અહીં, મારિયા = આચાર્ય, તીર્થકર, પત્ત = વિશેષતા, પાવતિ = પ્રતિપાદિત કરે છે, મળવુત્તિ = જે સન્મુખ આવેલ પદાર્થને પ્રમાણપૂર્વક અભિગત કરે છે તેને, સુખે ત્તિ = જે સાંભળવામાં આવે છે તેને, હુયે = શ્રુતજ્ઞાન, મરૂપુષ્ય = મતિપૂર્વક છે, ને જેથી, મ = મતિજ્ઞાન, સુયપુષ્યિમા = શ્રુતપૂર્વક. ભાવાર્થ :- પ્રશ્ન- પરોક્ષજ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર- પરોક્ષજ્ઞાના બે પ્રકાર છે, જેમ કે– (૧) આભિનિબોધિક જ્ઞાન પરોક્ષ(મતિજ્ઞાન) (૨) શ્રુતજ્ઞાન પરોક્ષ. જ્યાં આભિનિબોધિક જ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન પણ હોય છે અને જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં આભિનિબોધિક જ્ઞાન હોય છે. એ બન્ને જ્ઞાન સાથે જ રહેનારા છે, અન્યોન્ય અનુગત છે, તો પણ એ બન્નેમાં તીર્થકરોએ આ પ્રમાણે વિશેષતા ફરમાવેલ છે– (૧) સન્મુખ આવેલા પદાર્થોને જે પ્રમાણપૂર્વક અભિગત કરે, જાણે તેને આભિનિબોધિક જ્ઞાન કહેવાય, સાંભળવામાં આવે તેને શ્રુતજ્ઞાન કહેવાય અર્થાત્ શ્રુતજ્ઞાન એ શ્રવણનો વિષય છે. (૨) શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે પરંતુ મતિજ્ઞાન શ્રુતપૂર્વક જ હોય એવો નિયમ નથી.