Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતિજ્ઞાન
૧૭૧
ધ્યાન પૂર્ણ કરીને પ્રભુએ અત્યંત સ્નેહપૂર્ણ દષ્ટિથી તેને સંબોધિત કરીને કહ્યું– "હું ચંડકૌશિક ! બુજ્જ બુજ્જ, બોધને પ્રાપ્ત કર અને તારા પૂર્વભવનું સ્મરણ કર. પૂર્વભવમાં તું સાધુ હતો અને એક શિષ્યનો ગુરુ પણ હતો. એક વખત તમે બન્ને ગુરુ અને શિષ્ય ગોચરી ગયા હતા. આહાર લઈને વળતી વખતે તારા પગ નીચે એક દેડકી ચડાઈને મરી ગઈ. તે સમયે તારા શિષ્યે તને આલોચના કરવા માટે કહ્યું પરંતુ તેં તેના પર ધ્યાન ન આપ્યું. શિષ્યે વિચાર્યું ગુરુ મહારાજ તપસ્વી છે એટલે સાયંકાળે આલોચના કરી લેશે. સંધ્યા સમયે પ્રતિક્રમણ બાદ પણ તેં એ પાપની આલોચના ન કરી. શિષ્યે વિચાર્યું– સંભવ છે કે ગુરુ મહારાજ આલોચના કરવાનું ભૂલી ગયા હશે. એવી સરળ બુદ્ધિથી શિષ્યે તને ફરી આલોચના કરવા માટે યાદ કરાવ્યું.
શિષ્યનાં વચન સાંભળતાં જ તને અત્યંત ક્રોધ આવ્યો. ક્રોધથી ધમધમાયમાન બનીને તું શિષ્યને મારવા દોડ્યો પણ વચ્ચે રહેલા ચાંભલા સાથે તારું મસ્તક જોરથી ભટકાયું. મસ્તકની નસ ફાટી જતાં તારું ત્યાં જ મૃત્યુ થયું. હે ચંડકૌશિક ! ભયંકર ક્રોધમાં તારું મૃત્યુ થવાથી તને આ સર્પની યોનિ મળી છે અને ફરી પણ તું કોધને આધીન થઈને, તારો જન્મ બગાડી રહ્યો છે. હવે સમજ સમજ ! અને પ્રતિબોધને પ્રાપ્ત
કર.
ભગવાનના ઉપદેશથી તે જ સમયે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ચંડકૌશિક સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે પોતાના જ્ઞાનમાં પૂર્વભવ જોયો અને પોતે કરેલા અપરાધ અને ક્રોધ માટે તે પશ્ચાત્તાપ કરવા લાગ્યો. એ જ સમયે તેણે ભગવાન મહાવીર સ્વામીને વિનયપૂર્વક વંદના કરી અને કહ્યું– જે ક્રોધથી મને સર્પની યોનિ મળી તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે તેમજ મારી આ દૃષ્ટિથી કોઈ પણ પ્રાણીને કષ્ટ ન પહોંચે એના માટે મને યાવજીવન અનશનવ્રત કરાવો. પ્રભુએ તેના ઉત્કૃષ્ટ ભાવો જોઈને જાવજીવ સુધી અનશન વ્રત ધારણ કરાવ્યું. અનશનવ્રત લીધા પછી સર્પે પોતાનું મુખ રાડામાં રાખ્યું અને પૂંછનો ભાગ બહાર રાખ્યો.
ઘોડો સમય વ્યતીત થયા પછી ગોવાળ ભગવાન મહાવીરની તપાસ કરવા ત્યાં આવ્યો. ભગવાન મહાવીરને સકુશળ ત્યાંથી રવાના થતાં જોઈને તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. ગોવાળે ત્યાં સર્પનું મોટું બિલમાં જોયું અને શરીરનો ભાગ બહાર જોયો. એ જોઈને તેના પર તેણે પથ્થર ફેંક્યા. એ રીતે ઘણા લોકો સર્પને લાકડીનો પ્રહાર કરવા લાગ્યા અને પથ્થર પણ ફેંકવા લાગ્યા. ચંડકૌશિક બધા પ્રહારોને સમભાવથી સહન કરતો હતો પણ તેણે રાફડામાંથી પોતાનું મોઢું બહાર કાઢયું નહીં. જ્યારે આસપાસના લોકોને આ વાતની ખબર પડી ત્યારે ટોળેટોળા મળીને સર્પના દર્શન કરવા આવવાં લાગ્યાં અને સર્પની ઘી, દૂધ, સાકર વગેરેથી પૂજા કરવાં લાગ્યાં. થી આદિની સુગંધથી લાખો કીડીઓ આવી. તેણે સર્પના શરીરને ચટકા ભરીને ચાળણી જેવું બનાવી દીધું. એ બધા કષ્ટોને સર્વે, પોતાના પૂર્વભવમાં કરેલાં કર્મોનું ફળ સમજીને સમભાવપૂર્વક સહન કર્યાં. પંદર દિવસ સુધી ચંડકૌશિક સર્વે સર્વ પ્રકારની યાતનાઓને શાંતિપૂર્વક સહન કરી. પોતાના શરીરને પણ હલાવ્યું નહીં. તેણે વિચાર્યું– જો હું પડખું ફરીશ તો કીડી, મકોડાં વગેરે ઝીણા ઝીણા અનેક જીવો મારા શરીર નીચે દબાઈને મરી જશે એટલે તેણે બીજા જીવોની રક્ષા કરીને પોતાના કર્મો ખપાવ્યા.