Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| મતિજ્ઞાન
,
[ ૧૮૧]
મળે છે.
"ફિ" આ પદના ભાવ પ્રમાણે અવગ્રહના પાંચ નામ છે, તો પણ એ પાંચ નામ શબ્દનયની દષ્ટિથી એક જ અર્થવાળા પાંચ પર્યાય નામ સમજવા. સમભિરૂઢનય તથા એવંભૂતનયની દષ્ટિએ પાંચેયનો અર્થ સૂક્ષ્મતાએ જુદો જુદો છે.
ઈલ :| १६ से किं तं ईहा ? ईहा छव्विहा पण्णत्ता, तं जहा- सोइदियईहा, चक्खिदियईहा, घाणिदियईहा, जिभिदियईहा, फासिंदियईहा, णोइंदियईहा । तीसे णं इमे एगट्ठिया णाणाघोसा णाणवंजणा पंच णामधिज्जा भवंति, तं जहा- आभोगणया, मग्गणया, गवेसणया, चिंता, वीमंसा । से in I શબ્દાર્થ :- તીરે ગં = તેના, ફ = આ, gિયા = એક અર્થવાળા, નાગાલોલ = વિવિધ પ્રકારના ઘોષ, ઉચ્ચારણવાળા, નાણાવાણા = વિવિધ પ્રકારના વ્યંજનાક્ષરવાળા, પવગાથા = પાંચ પ્રકારના નામ, પર્યાયનામો, મોથા = આભોગણતા, માથા = માર્ગણતા, વેલવા = ગવેષણતા, ચિંતા = ચિંતા, વીલા = વિમર્શ. ભાવાર્થ :- પ્રશ્ન- ઈહાના કેટલા પ્રકાર છે?
ઉત્તર- ઈહાના છ પ્રકાર છે– (૧) શ્રોત્રેન્દ્રિય ઈહા (૨) ચક્ષુરિન્દ્રિય ઈહા (૩) ઘ્રાણેન્દ્રિય ઈહા (૪) જિલ્વેન્દ્રિય ઈહા (૫) સ્પર્શેન્દ્રિય ઈહા (૬) નોઈદ્રિય ઈહા.
ઈહાના એકાર્થક વિવિધ પ્રકારના ઘોષ અને વિવિધ પ્રકારના વ્યંજનયુક્ત પાંચ નામ છે તે આ પ્રમાણે છે– (૧) આભોગણતા (૨) માર્ગણતા (૩) ગવેષણતા (૪) ચિંતા (૫) વિમર્શ. આ રીતે ઈહાનું વર્ણન છે. વિવેચન :
અવગ્રહ દ્વારા ગ્રહણ કરેલા વિષયોની વિધિનિષેધપૂર્વક વિશેષ વિચારણા કરવી તેને ઈહા કહે છે. તેના પણ અર્થાવગ્રહની જેમ જ ભેદ થાય છે. અહીં તેના પાંચ પર્યાયવાચી શબ્દોનું કથન છે. આમોત :- અર્થાવગ્રહના અનંતર સદભૂત અર્થ વિશેષના અભિમુખ પર્યાલોચનને આભોગણતા કહે છે. ટીકાકાર કહે છે–
"आभोगनं अर्थावग्रह समनंतरमेव सद्भूतार्थ विशेषाभिमुखमालोचनं, तस्य