Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
મતિજ્ઞાન
૧૩૯ |
બીજી વાત એક વૃદ્ધા સ્ત્રીની હતી. તે વૃદ્ધાએ અમને પ્રશ્ન કર્યો કે મારો પરદેશ ગયેલો દીકરો ફરી ક્યારે આવશે? એ જ સમયે તેના મસ્તક પરથી પાણીનો ભરેલો ઘડો ભૂમિ પર પડી ગયો. ઘડાના સેંકડો ટુકડા થઈ ગયા અને પાણી બધું એ માટીમાં સમાઈ ગયું. આ પ્રસંગ પરથી મેં વિચાર્યું કે માટીથી માટલી બની હતી અને માટીમાં ફરી મળી ગઈ તેથી મેં જાણ્યું કે જે માતાએ પુત્રને જન્મ આપ્યો હતો તે માતાને પુત્ર મળી જશે. માજી ઘરે ગયા તો ખરેખર તેનો પુત્ર તેની રાહ જોતો હતો. આપની કૃપાથી આ વાત પણ મારી સાચી પડી.
શિષ્યની વાત સાંભળીને ગુરુજી અત્યંત ખુશ થયાં અને તેની પ્રશંસા કરી કે આ વિનીત શિષ્ય જ્ઞાનને પચાવ્યું છે. અવિનીત શિષ્યને ગુરુએ કહ્યું- તું મારી આજ્ઞાનું પાલન કરતો નથી તેમજ શીખેલ અધ્યયન વિષે ચિંતન-મનન પણ કરતો નથી, પછી તને સમ્યગુજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? હું તો તમો બન્નેને સદા સાથે બેસીને જ શીખડાવું છું. મારી કોઈ કચાશ નથી પણ વિદ્યા વિનયન શોભતે વિધા વિનયથી શોભે છે અર્થાત્ વૃદ્ધિ પામે છે. જીવનયાત્ યાતિ પાત્રતા વિનયથી પાત્રતા, સુયોગ્યતા વગેરે ગુણો પ્રાપ્ત થાય છે. તારામાં વિનયનો અભાવ છે એટલે તારું જ્ઞાન ખોટું પડે છે. ગુરુની હિત શિક્ષા સાંભળીને અવિનીત શિષ્ય લજ્જિત થઈને મૌન રહ્યો. આ ઉદાહરણ વિનીત શિષ્યની વૈયિકી બુદ્ધિનું છે. (૨) અFસત્ય - અર્થશાસ્ત્ર પર કલ્પક મંત્રીનું ઉદાહરણ છે. ટીકાકારે ફક્ત તેનું નામ જ આપેલ છે. તેનું વિવરણ ઉપલબ્ધ નથી. (૩) લેખ - લિપિનું જ્ઞાન પણ વિનયવાન શિષ્યને જ હોય છે. આ પણ વનયિકી બુદ્ધિનું ઉદાહરણ છે પણ તેનું દષ્ટાંત ઉપલબ્ધ નથી. (૪) ગણિત - ગણિતમાં પ્રવીણતા એ પણ વનયિકી બુદ્ધિનો ચમત્કાર છે. (૫) કપઃ- એક ભવેત્તા પોતાના ગુરુજીની પાસે જમીન સંબંધી અધ્યયન કરતો હતો. તેણે ગુરુજીની પ્રત્યેક આજ્ઞાને તેમજ તેના શિક્ષણને વિનયપૂર્વક સ્વીકાર્યા હતાં. તે પોતાના વિષયમાં પૂર્ણ પારંગત થયો. ત્યારબાદ પોતાની વનયિકી બુદ્ધિ વડે પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરતો હતો.
એક વાર કોઈ ખેડૂતે તેને પૂછ્યું– મારે મારા ખેતરમાં કૂવો બનાવવો છે તો કેટલું ઊંડું ખોદવાથી પાણી નીકળશે? ભૂવેત્તાએ તેનું માપ બતાવ્યું. ખેડૂતે ભૂવેરાના કહેવા મુજબ જમીન ખોદીને કૂવો બનાવ્યો. પરંતુ પાણી નીકળ્યું નહીં. ખેડૂતે ફરી ભૂવેત્તાની પાસે જઈને કહ્યું– આપના નિર્દેશાનુસાર મેં કૂવો ખોદ્યો પણ પાણી નીકળ્યું નહીં. ભૂમિ પરીક્ષકે કૂવાની પાસે જઈ બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારબાદ ખેડૂતને તેણે કહ્યું- તમે જ્યાં ખોધું છે તેની બાજુના ભાગમાં તમારી એડીથી પ્રહાર કરો એટલે પાણી નીકળશે. કિસાને એમ કર્યું. એડીનો સ્પર્શ થયો કે તરત જ જાણે ડેમ તૂટે ને પાણી નીકળે એટલું પુષ્કળ પાણી નીકળ્યું. ખેડૂતે ભૂવેત્તાની વૈનયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને, તેની ખૂબ જ પ્રશંસા કરી અને સારી એવી રકમ તેણે ભૂવેત્તાને આપી.
() અશ્વ - એક વાર ઘણા વ્યાપારીઓ દ્વારકા નગરીમાં પોતાના ઘોડા વેંચવા માટે ગયા. કેટલાક